અમદાવાદમાં અનોખા ગરબાનું આયોજન કરાયુ - navratri in gujrat
અમદાવાદઃ નવરાત્રી પૂરી થયા બાદ શશીકુંજ ડાન્સ એકેડેમી દ્વારા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની વિશેષતા એ હતી કે, અંડર પ્રિવિલેજ બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ વૃદ્ધાશ્રમમાંથી વડીલોને પણ આ ગરબામાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
oraganized-garba-for-divine-children
નવરાત્રી પૂરી થયા બાદ શશીકુંજ ડાન્સ એકેડેમી દ્વારા અંડર પ્રિવિલેજ બાળકો તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ વૃદ્ધાશ્રમના વડીલો માટે ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. અંદાજીત ૨૫ જેટલી લક્ઝરી બસો દ્વારા તેમને ગરબાના સ્થળ પર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ સાથે સાથે દરેકને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે જીવન સંધ્યાના ૯૫ વર્ષના એક વૃદ્ધ દાદા એ જણાવ્યું હતું કે હું પણ ગરબા ગાવા માટે આવ્યો છું.
TAGGED:
navratri in gujrat