ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ ગ્રામ્યમાં કોરોના પોઝીટીવનો આંક વધીને 122 થયો - ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીની સંખ્યા

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કુલ 122 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ધોળકામાં કુલ 52 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

etv bharat
અમદાવાદ: ગ્રામ્યમાં કોરોના પોઝિટિવનો આંક વધીને 122 થયો

By

Published : May 13, 2020, 10:19 PM IST

અમદાવાદ: ગ્રામ્ય વિસ્તારમાં 13 મે સાંજના 9 કલાક સુધીમાં કુલ નવા 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કુલ આંકડો વધીને 122 પર પહોંચ્યો છે. અમદાવાદથી માત્ર ૩૦ કિલોમીટર દૂર આવેલા ધોળકામાં માત્ર 1 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો હતો. જોકે તાલુકામાં કોરોના પોઝીટીવની સંખ્યા હાલમાં 52 પર છે.

જિલ્લામાં ધોળકા તાલુકામાં સૌથી વધુ 52 પોઝિટિવ કેસ બાદ હવે દસ્ક્રોઇ તાલુકામાં કુલ 49 કેસ નોંધાયા છે. આ સિવાય વિરમગામમાં પણ એક પોઝીટીવ કેસ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાથી માત્ર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કોરોના પોઝીટીવ દર્દીઓની સંપર્કમાં આવનાર 1004 લોકોને હોમ-ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં 1.58 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જેમાંથી શંકાસ્પદ લાગતા 27 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 27 હજાર જેટલા ઘરનું સર્વિલન્સ કરવામાં આવ્યું છે. ગત સોમવારે દસ્ક્રોઈ તાલુકામાં નવા 08 કેસ પોઝીટીવ આવતા કુલ આંકડો 54 પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 51 અને સાણંદમાં 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87 હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details