ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં NSUIએ કર્યો વિરોધ, યુનિવર્સિટી પાસે કર્યો કુલપતિનો ઘેરાવ - ગુજરાત યુનિવર્સિટી કુલપતિ

દેશમાં એક તરફ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ પણ હાલ ચર્ચાનો વિષય બની છે. કારણકે, યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ જાહેર કરવામાં આવતાં જ વિદ્યાર્થી સંગઠનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં NSUIએ કર્યો વિરોધ, યુનિવર્સિટી પાસે કર્યો કુલપતિનો ઘેરાવ
અમદાવાદમાં NSUIએ કર્યો વિરોધ, યુનિવર્સિટી પાસે કર્યો કુલપતિનો ઘેરાવ

By

Published : Jun 15, 2020, 4:00 PM IST

અમદાવાદઃ NSUI દ્વારા અમદાવાદની વિવિધ કોલેજોમાં વહેલી સવારથી જ સૂત્રોચ્ચાર અને પોસ્ટરો સાથે જ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષાઓને લઇ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં. જ્યાં આગળ કુલપતિની ગાડી દેખાતાંની સાથે જ NSUIના વિદ્યાર્થીઓએ કુલપતિનો ઘેરાવ કર્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગણી સાથે અડગ રહ્યાં હતાં.

અમદાવાદમાં NSUIએ કર્યો વિરોધ, યુનિવર્સિટી પાસે કર્યો કુલપતિનો ઘેરાવ
NSUIએ રજૂઆત હતી કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવે અથવા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે. ક્યાંતો પરીક્ષા થોડા સમય બાદ જ આયોજન કરવામાં આવે. જો કે વિદ્યાર્થી સંગઠનની માગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી NSUI દ્વારા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details