ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 શખ્સો રફૂચક્કર - ચાંદીની લૂંટ કરી 3 ઇસમો રફૂચક્કર

અમદાવાદમાં દિવસે ને દિવસે લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પૂર્વ વિસ્તાર નિકોલમાં લૂંટનો બનાવ સામે આવ્યો છે. નિકોલ વિસ્તારમાં આવેલ D MART પાસે સોના ચાંદીના વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખીને 15 કિલો ચાંદીની લૂંટ કરીને 3 ઇસમો ફરાર થઇ ગયા હતા.

અમદાવાદ નિકોલમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 ઇસમો રફૂચક્કર
અમદાવાદ નિકોલમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 ઇસમો રફૂચક્કર

By

Published : Oct 17, 2021, 11:17 AM IST

  • વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી લૂંટ ચલાવી
  • નીકોલમાં લૂટનો બનાવ સામે આવ્યો
  • 15 કિલો ચાંદીનો લૂટનો બનાવ

અમદાવાદ : અમદાવાદમાં ગઇકાલે શનિવારે રાત્રીના સમયે 3 ઇસમોએ લૂંટને અંજામ અપ્યો હતો. જેમાં સોના ચાંદીનો વહેપારી અને અન્ય એક શખ્સ બંને એક્ટીવા પર માલની ડીલીવરી અર્થે જતા હતા. તે સમયે 3 અજાણ્યા ઇસમો આવી ચડતા એકટીવા પર બેઠેલ શખ્સના હાથ માંથી 15 કિલોની ચાંદી ભરેલ બેગ લઇને નાસી છૂટ્યા હતા.

અમદાવાદ નિકોલમાં વેપારીની આંખમાં મરચાંની ભૂકી નાખી ચાંદીની લૂંટ કરી 3 ઇસમો રફૂચક્કર

પોલીસે આસપાસના CCTV ફૂટેઝ મેળવવાની તજવીજ હાથ ધરી

ગઇકાલે શનિવારે રાત્રિના 8 વાગ્યા દરમિયાન સોના ચાંદીનો વેપારી 15 કિલો ચાંદીનું વેચાણ કરવા માટે એક્ટિવા પર બે લોકો જતાં હતાં. ત્યારે વેપારી સામે આવેલ દુકાનમાં પૈસા લેવા ગયો હતો. તે સમય દમિયાન એક્ટિવા પર જોડે આવેલ બીજા માણસની બેગમાં 15 કિલો ચાંદી હતી. તે સમય દરમિયાન 3 અજાણ્યા ઈસમો આવી ચડતા તેમણે મરચાંની ભૂકી બેઠેલ શખ્સની આંખમાં નાખી 15 કિલો ચાંદી લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારી સાથેનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તેમજ આ વિગતને લઈને નિકોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના CCTV ફૂટેઝ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : અનિલ સ્ટાર્ચ કંપનીના નામે કરોડોની ઠગાઇ કરનાર કંપનીના માલિકને જેસલમેરથી પકડી પાડ્યો

આ પણ વાંચો : Petrol and Diesel Price: આજે ફરી વધ્યો પેટ્રોલ ડીઝલનો ભાવ, જાણો...

ABOUT THE AUTHOR

...view details