- સતા ભરવાડ નામનાં શખ્સે ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર કબ્જો કર્યો
- સરકારી જમીનમાં વગર મંજૂરીએ પ્રવેશ કરીને પરવાનગી વિના બાંધકામ કર્યું
- દુકાનો અને 32 જેટલા કાચા મકાનો બનાવી ભાડે આપ્યા
અમદાવાદ :વસ્ત્રાપુર N.F.D. સર્કલ પાસે આવેલી સરકારી વસાહતની બાજુમાં બોડકદેવની સરકારી જગ્યામાં બોડકદેવના હરસિદ્ધનગર છાપરામાં રહેતા હતા. સતા ભરવાડ નામનાં શખ્સે ગેરકાયદેસર કબ્જો કરીને 9 દુકાનો અને 32 જેટલા કાચા મકાનો બનાવી ભાડે આપી દીધા છે.
આ પણ વાંચો :કડોદરામાં ખૂલ્લા પ્લોટ પર કબજો કરનારા પશુપાલકો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
40થી વધુ મકાનો બનાવી ભાડે આપીને સરકારી જમાન પર દબાણ કર્યું
માયા ભરવાડ નામનાં શખ્સે ગેરકાયદેસર કબ્જો કરી 40થી વધુ મકાનો બનાવી ભાડે આપીને સરકારી જમીનમાં વગર મંજૂરીએ પ્રવેશ કરીને પરવાનગી વિના બાંધકામ કરીને દબાણ કર્યું હતું. આ મામલે બોડકદેવના રેવન્યુ તલાટી નિકુલ ચૌધરીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદા મુજબની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ પણ વાંચો : વલસાડમાં લેન્ડ ગ્રેબિંગની સૌથી વધારે 100 અરજી આવી, 13 લોકોની અટકાયત
આરોપીઓને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા
વસ્ત્રાપુર પોલીસે આ મામલે આરોપી સતા ભરવાડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના રિમાન્ડ ન આપતા તેઓને સેન્ટ્રલ જેલ મોકલવામાં આવ્યા છે.