ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ઓન ડ્યૂટી મેડિકલ સ્ટાફને કોરોના થશે તો મનપા કરશે આર્થિક સહાય...

અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય ખાનગી ડૉક્ટરો હિતમાં કરવામાં આવ્યો છે. ડૉક્ટર કક્ષાના અધિકારીને જો કોરોનાનો ચેપ લાગશે તો રૂપિયા 25 હજારની આર્થિક સહાય, નર્સિંગ સ્ટાફને કોરોનાનો ચેપ લાગશે તો રૂપિયા 15 હજારની આર્થિક સહાય કરાશે. લેબ ટેક્નિશિયન અને અન્ય પેરા મેડિકલ સ્ટાફને રૂપિયા 10,000ની સહાય કરાશે.

અમદાવાદમાં ઓન ડ્યુટી મેડિકલ સ્ટાફને કોરોના થશે તો મનપા કરશે આર્થિક સહાય
અમદાવાદમાં ઓન ડ્યુટી મેડિકલ સ્ટાફને કોરોના થશે તો મનપા કરશે આર્થિક સહાય

By

Published : May 8, 2020, 5:32 PM IST

અમદાવાદ: કોર્પોરેશન દ્વારા તમામ ખાનગી દવાખાના ખોલવાનો હુકમ આપવમાં આવ્યો છે. ત્યારે કેટલાક ડૉક્ટરો ડરી રહ્યા હતા. આ સાથે જ તેમના પરિવહન માટે 25 જેટલી AC બસો પણ મુકવામાં આવશે, અને તેનો રૂટ અમદાવાદ મેડિકલ એસોસિએશન નક્કી કરશે. તેમજ જો કોઈને ચેપ લગે તો ખાનગી કોવિડ-19 હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવશે.

મહત્વનું છે કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા મનપાને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે કોઈ શરદી- ખાંસીના દર્દી આવે અને તેમને પછી કોરોના પોઝિટિવ હોવાનું જણાઇ તો અને ડૉક્ટરને પણ ચેપ લાગે તો શું? ડૉક્ટર, નર્સ, વોર્ડબોય, ઓપરેટર વગેરે સપોર્ટિંગ સ્ટાફ લોકડાઉનમાં કઈ રીતે આવશે? વગેરે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

બીજી તરફ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશને તેમના સ્ટાફને આપવાની સુવિધા સચવાઇ તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે. મ્યુનિસિપલ અને ડૉક્ટરો વચ્ચે સંકલન જળવાઇ તે હેતુથી નોડલ ઓફિસર નીમવાની પણ રજૂઆત કરવામાં આવી છે. આ બધી બાબતો ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details