અમદાવાદ: શહેરના ઇસનપુર વિસ્તારમાં એક બ્રિજ પર વાહન ચાલક સાથે ઝપાઝપી કરી તેને છરી મારી યુવકની હત્યા કરવામાં આવી હતી.લુંટ વિથ મર્ડરના 5 આરોપીની ઇસનપુર પોલીસે ધરપકડ કરીછે.
અમદાવાદમાં એક યુવકે ગર્લફ્રેન્ડને મોબાઈલ લઈ આપવા એક યુવકની હત્યા કરી - Police Technical Surveillance
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં એક બ્રિજ પર એક યુવાને વાહન ચાલક સાથે ઝપાઝપી કરી અને તે યુવાનનું મર્ડર કર્યું હતું. લૂંટ વિથ મર્ડરના 5 આરોપીઓની ઇસનપુર પોલીસે ધરપકડ કરી હતી.
ઈસનપુર રહેતો ઉમંગ દરજી નામનો યુવક કામ છે આવું હમણાં એમ કહીને ઘરમાથી ગયે હતો જે બાદ તેની હત્યા થઈ ગઈ હતી. અજાણ્યા 4 થી 5 જેટલા લોકોએ ઉમંગ દરજી ઉપર શુક્રવારે રાત્રે ગુરુજી બ્રિજ પર છરીના ઘા માર્યા હતા.
આ સમગ્ર બાબતને લઈને ઇસનપુર પોલીસ લૂંટ-વિથ મર્ડરનો ગુનો દાખલ કરીને 5 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમી આધારે કૃણાલ દલવાડી, હાર્દિક ઉર્ફે ચીમન અગ્રવાલ, શ્યામ ઉર્ફે લક્કી રાઠોડ અને બે સગીરાની ધરપકડ કરી છે.
આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ પાંચ આરોપીઓમાં એક યુવતી અને એક યુવક બને પ્રેમી પંખીડા હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકાએ મોબાઈલ ફોન માગતા પ્રેમીએ રોડ પર યુવકને આંતરીને મોબાઈલ લૂંટયો હતો. હત્યા બાદ આરોપીઓ અડધું અમદાવાદ ફર્યા પણ પોલીસને જોઈને બાઇક સ્પીડે ભગાવ્યું પણ પોલીસ આ લોકોને પકડવામાં સફળ સાબિત થઈ હતી..
આ તમામ આરોપીઓ એક ગૃપ બનીને એક જગ્યાએ ભેગા થયા હતા ત્યારે શ્યામની પ્રેમિકાએ તેની પાસે મોબાઈલ ફોન ગિફ્ટમાં માંગ્યો હતો. પણ શ્યામ પાસે પૈસા ન હોવાથી તે પ્રેમ સાબિત કરવા મોબાઈલ લાવવા મથ્યો હતો. બાદમાં તમામ લોકો નિકળ્યા અને ત્યાં ઉમંગ દરજી વાહન પર જતો હતો. તેની પાસે મોબાઈલ ફોન દેખાતા જ શ્યામએ તેને રોક્યો, માર્યો અને ફોન છીનવવાનો પ્રયાસ કર્યો પણ ઉમંગ લડ્યો અને તેને છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.
હાલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે.પરંતુ આ કિસ્સો ખૂબ જ ચોંકાવનારો છે, માત્ર મોબાઈલ માટે જ યુવકે હત્યા કરી અને પોતાની પ્રેમિકાની ઈચ્છા પૂરી કરી.