ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: એક યુવકના ત્રાસથી સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ કર્યો આપઘાત

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક યુવકના ત્રાસથી કંટાળીને પરિણીતાએ નર્મદા કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર મામલે આપઘાત કરનાર પરિણીતાના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.

Ahmedabad Crime: એક યુવકના ત્રાસથી સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ કર્યો આપઘાત
Ahmedabad Crime: એક યુવકના ત્રાસથી સ્યુસાઇડ નોટ લખી પરિણીતાએ કર્યો આપઘાત

By

Published : Feb 23, 2023, 10:41 PM IST

અમદાવાદ: અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા યુવકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તે મેમકો ખાતે આવેલી એક કંપનીમાં ક્વોલિટી ચેકર તરીકે નોકરી કરે છે. તેના લગ્ન 2009માં સપના નામની યુવતી સાથે થયા હતા. 19 ફેબ્રુઆરી 2023 ના રોજ ફરિયાદી નોકરી હતા, તે સમયે નાના ભાઈએ ફોન કરીને ભાભી સપનાએ ચિલોડા લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. તેઓ ત્યાં પહોંચ્યા ત્યાં નાનો ભાઈ વીરેન, તેની પત્ની અને નાનો ભાઈ મિતુલ તેમજ પાડોશીના ભાડાના મકાનમાં રહેતો રાહુલ પટેલ તેમજ ચંદ્રિકા પટેલ અને તેઓની સામે રહેતા ભારતીબેન ઠાકોર હાજર હતા.

આ પણ વાંચો:Rajkot News : રાજકોટનું આ મંદિર જ્યાં માતાજીને ધરવામાં આવે છે પાણીપુરી અને દાબેલી

ધમકી ભર્યો ફોન: તે સમયે કેનાલ પાસે ડભોડા પોલીસ પણ હાજર હતી અને તમામ લોકો નર્મદા કેનાલમાં તેઓની પત્નીની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ તે મળી આવી ન હતી. ફરિયાદી રાત્રે ઘરે આવતા તેઓના નાના ભાઈએ ફરિયાદીની પત્ની નિશાનો ફોન ચેક કરતા સપનાની પાડોશમાં રહેતા રાહુલ પટેલ સાથે વાત કરતી ઓડિયો રેકોર્ડિંગ મળી આવી હતી. જે ઓડિયો રેકોર્ડિંગમાં ફરિયાદીની પત્ની સાથે રાહુલ પટેલ વાત કરતો સંભળાતો હોય અને તેણે નિશાને લીંબડીયા કેનાલે મળવા માટે બોલાવી હતી અને મળવા નહીં આવે તો પોતે મરી જશે કાં તો તેને મારી નાખશે તે પ્રકારની વાત કરતા સપના તેને ત્યાં મળવા ગઈ હતી.

બ્લેકમેલ કરતો હતો: જેથી તેઓના પત્ની સપનાના રાહુલ પટેલ સાથે આડા સંબંધ હોવાની તેઓને જાણ થઈ હતી, ત્યારબાદ તેઓએ ઘરમાં શોધખોળ કરતા બેડરૂમમાં ઘરની રફ નોટમાં તેઓની પત્નીએ સુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે "મારી મોતનું કારણ મારા ઘરના નહીં, મારા દેવાંગ પણ નહીં, 19 નંબરમાં રહેતો રાહુલ પટેલ છે. જે રોજ મને બ્લેકમેલ કરતો હતો, ધમકી આપતો હતો અને પૈસા અને દાગીના પણ એણે લઈ લીધા છે. એટલે હું મારું જીવન ટૂંકાવવા માગું છું એને મોતની સજા થવી જોઈએ, તો જ મને શાંતિ મળશે. એનો નંબર પણ પરિણીતાએ લખ્યો હતો. અને તેણે ઘરમાં નુકસાન પણ કર્યું હોવાનું લખાણ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:Ahmedabad Crime News : ઝડપની મજા તમારા ખિસ્સા કરશે ખાલી, અમદાવાદ પોલીસ દ્વારા ઓવર સ્પીડ વાહનો મામલે સખત વલણ

મૃતદેહ ન મળતા તપાસ જારી: જેથી ફરિયાદીને ખબર પડી હતી કે, તેઓની પત્નીને પાડોશમાં રહેતા રાહુલ પટેલ દ્વારા હેરાન કરવામાં આવતી હતી. જોકે તેઓની પત્નીનો મૃતદેહ ન મળી આવતા તેઓએ બીજા દિવસે પણ શોધખોળ કરી હતી અને અંતે 21મી ફેબ્રુઆરીએ તેઓની પત્નીની લાશ મળી આવતા આ મામલે અંતિમક્રિયા કર્યા બાદ સુસાઇડ નોટના આધારે તેઓએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં રાહુલ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે આત્મહત્યા દુષપ્રેરણની ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. આ મામલે પકડાયેલા આરોપીની તપાસ કરતા તેની સામે અગાઉ ચિલોડા પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ તેમજ જુવેનાઇલ વખતે ડભોડામાં મારામારીના ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

આરોપીની ધરપકડ કરાઈ: આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI જે ચૌહાણે ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે ગુનો દાખલ કરી ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને સ્યુસાઈડ નોટના આધારે તેની વધુ તપાસ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details