ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 13 વર્ષીય સગીરા સાથે સગીરે આચર્યું દુષ્કર્મ - સરસપુર વિસ્તાર

અમદાવાદ: શહેરમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 13 વર્ષીય સગીરા પર પાડોશી સગીરે જ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીર ફરાર થઈ ગયો હતો. આ મામલે શહેરકોટડા પોલીસે ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

abd

By

Published : Aug 30, 2019, 2:40 PM IST

શહેરના સરસપુર વિસ્તારમાં 13 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહે છે. સગીરાની બાજુમાં જ એક સગીર પણ રહેતો હતો, જે અવાર-નવાર સગીરા સાથે મિત્રતા બાંધવાના પ્રયાસ કરતો હતો. પરંતુ સગીરા કોઈ પ્રતિસાદ આપતી ન હતી. ગુરુવારે સગીરા જ્યારે ઘરની બહાર આવી ત્યારે સગીરે તેના દાદા બોલાવે છે તેમ કહી તેના ઘરે લઈ ગયો જે બાદ સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ દિવસ દરમિયાન સગીરાને ગોંધી રાખી હતી. જે અંગે સગીરાની માતાને ઘરે આવતા જાણ થઈ હતી.

આ મામલે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં સગીરાના દાદાએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details