ગુજરાત

gujarat

By

Published : May 1, 2020, 7:12 PM IST

ETV Bharat / state

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા 1 દિવસમાં 882 વાહનો જપ્ત કરવામાં આવ્યા

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરવવા પોલીસ કટિબદ્ધ છે. ત્યારે પોલીસ દ્વારા સતત કાયદેસરની કાર્યવાહી કરીને લોકોને લોકડાઉનનું પાલન કરવામાં આવી રહી રહ્યું છે. લોકડાઉનનું કડકડપણે પાલન થાય તે માટે બિનજરૂરી બહાર નીકળતા વાહનચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં 882 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા 1 દિવસમાં 882 વાહનો જપ્ત કરવામાં આવ્યા
અમદાવાદમાં લોકડાઉનનું પાલન કરાવવા 1 દિવસમાં 882 વાહનો જપ્ત કરવામાં આવ્યા

અમદાવાદ: અમદાવાદ પોલીસે અત્યાર સુધીના લોકડાઉન દરમિયાન 9410 ગુન્હા નોંધી 17,128 લોકોની અટકાયત કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત લોકડાઉનનું પાલન કરાવવા સતત પેટ્રોલીંગ, ડ્રોન દ્વારા નજર, કંટ્રોલ રૂમમાં મળતા કોલ, વૉટ્સએપ પરત મેસેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર પણ ખોટી અફવા કે મેંસેજ કરનાર સામે પણ સાયબર ક્રાઈમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિનજરૂરી વાહન લઈને બહાર જતા સામે પણ પોલીસ દ્વારા કડક રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એક જ દિવસમાં 882 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 1,43,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.લોકો રેડ ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં ના જાય અને ઓરેન્જ ઝોન વાળા ગ્રીન ઝોનમાં ના જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details