અમદાવાદઃ શહેરમાં સ્થિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત COVID-19 હોસ્પિટલ બનાવવામાં આવી છે. 14 મે ના રોજ કેન્સરના કોરોના સંક્રમિત 5 દર્દીઓએ COVID-19 સામેની લડતમાં જીત મેળવી છે. આ 5 દર્દીઓ પૈકીના બે દર્દીઓની ઉંમર તો 64 અને 74 વર્ષની છે.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત COVID-19 હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ 5 દર્દીઓને રજા આપવામાં આવી કેન્સરગ્રસ્ત દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ આમ પણ ઓછી હોય છે. તેઓમાં કોમ્પ્લિકેશન વધુ હોવાના કારણે મોર્ટાલીટી રેટ પણ વધી જતો હોય છે. તે પ્રકારની વિપરીત પરિસ્થિતમાં કોરોનાનો ચેપ લાગવો અને તે સંક્રમણમાંથી બહાર આવવું તે ખરાઅર્થમાં એક મોટી લડાઈ સામેની ભવ્ય જીતના સમાન છે ! ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત COVID-19 હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ 5 દર્દીઓને રજા આપવામાં આવી મધ્યપ્રદેશ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને વ્યારા (તાપી)ના આ કેન્સરના દર્દીઓની ઉમર 24થી 74 વર્ષ સુધીની છે. આ પૈકીના ત્રણ દર્દીઓ લ્યૂકેમિયા (બ્લડ કેન્સર), એક દર્દી 1 લિમ્ફોમા તથા એક દર્દીને મોટા આંતરડાનું કેન્સર છે. જે પૈકીના ત્રણ મહિલા અને બે પુરુષ દર્દીઓ છે. આ દર્દીઓને સારવાર કરી રહેલા Gujarat Cancer Research Institute (GCRI) ના નિયામક ડૉ. શશાંક પંડ્યાની ટીમના એક તબીબે જણાવ્યું હતું કે, આ પાંચેય દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા બાદ અમારી જ હોસ્પિટલમાં ખાસ તૈયાર કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. 7 થી 9 દિવસની અહીં સઘન સારવાર બાદ હવે તેઓ તમામ કોરોનાને હરાવી ચુક્યા છે. 'આ વિપરીત પરિસ્થિતમાં પણ એકસાથે આ સંક્રમણ સામે લડીને તેને મ્હાત આપવી તે સૌથી મોટી બાબત છે. ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્સર સાથે કોવિડના દર્દીઓની ઉત્તમ સારવાર ચાલી રહી છે. તેનો આ જીવતો જાગતો પુરાવો છે', તેવુ તબીબે ઉમર્યું હતું.