ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં જિલ્લા શિક્ષણઅધિકારી સહિત 3 કર્મચારીઓ કોરોના પોઝિટિવ - Corona in ahmadabad

અમદાવાદમાં DEO ઓફિસમાં કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કુલ 3 કોરોના પોઝિટિવ આવ્યા છે.

DEO ઓફિસ
DEO ઓફિસ

By

Published : Apr 22, 2021, 2:07 PM IST

  • અમદાવાદ DEO ઓફિસમાં કોરોનાએ પગપેસારો કર્યો
  • જિલ્લા શિક્ષણ અધિકારી સહિત 3 ઇન્સ્પેકટર કોરોના પોઝિટિવ
  • અધિકારી અને કર્મચારીઓની કોરોના ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરાઇ

અમદાવાદ : કોરોનાનો કહેર રાજ્યભરમાં ચાલી રહ્યો છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં અલગ-અલગ ક્ષેત્રના અનેક લોકો સપડાઈ ગયા છે. જેમાં અમદાવાદ DEO ઓફિસમાં કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે. જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કુલ 3 કોરોના પોઝિટિવ આવ્યા છે.

જિલ્લા શિક્ષણ અધિકારી સહિત કુલ 3 અધિકારીને કોરોના પોઝિટિવ

જિલ્લા શિક્ષણ અધિકારી આર. સી. પટેલ સહિત 1 મહિલા ઇન્સ્પેકટર અને 1 પુરુષ ઇન્સ્પેકટર સહિત કુલ 3 અધિકારીને કોરોના પોઝિટિવ છે. ગત 19 એપ્રિલે આર. સી. પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ કચેરીમાં અન્ય 2 ઇન્સ્પેકટરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકદિનની કરવામાં આવી ઊજવણી


કર્મચારીઓના કોરોના રિપોર્ટ કઢાવવાની કામગીરી શરૂ

જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં તમામ અધિકારી અને કર્મચારીઓના કોરોના રિપોર્ટ કઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. અલગ-અલગ ખાનગી અને સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.

આ પણ વાંચો : અરવલ્લીમાં રવિવારે પણ શાળાઓ કાર્યરત, જિલ્લા શિક્ષણાધિકારીના પ્રસ્તાવથી વિદ્યાર્થીઓ ખુશ

કોરોનાનું સંક્રમણ વધતા DEO કચેરી ખાતે સેનેટાઇઝિંગ કરાયું


કોરોનાનું સંક્રમણ સરકારી કચેરીઓમાં વધતું જોવા મળી રહ્યું છે. જ્યારે હાલમાં DEO કચેરી ખાતે સેનેટાઇઝિંગ કરવામાં આવ્યું છે. ત્યારે હાલમાં 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details