ગુજરાત

gujarat

ETV Bharat / state

Crime Case in Ahmedabad : ચાંદખેડામાં વસૂલીદાદાનો આતંક, લારી કારીગરને છરી મારી લોહીલુહાણ કર્યો - Murder case in Chandkheda

ચાંદખેડામાં બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરને વસૂલીદાદા નામના માથાભારેએ (Murder case in Ahmedabad) લોહીલુહાણ કરી નાખ્યો હતો. પોલીસને જાણ થતાં આરોપીઓને (Crime Case in Ahmedabad) ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યાં હતાં.

Crime Case in Ahmedabad : ચાંદખેડામાં વસૂલીદાદાનો આતંક, લારી કારીગરને છરી મારી લોહીલુહાણ કર્યો
Crime Case in Ahmedabad : ચાંદખેડામાં વસૂલીદાદાનો આતંક, લારી કારીગરને છરી મારી લોહીલુહાણ કર્યો

By

Published : Feb 28, 2022, 1:44 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ (Murder case in Ahmedabad) બની રહ્યા છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતો ટપોરી અને વસૂલી દાદા તરીકે ઓળખાતા આરોપીએ બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરને જૂની આડવાતમાં અપહરણ કરી શરીરને ભાગે છરી ના ઘા મારતા હતાં. જોકે પોલીસે ટપોરી વસૂલી દાદા અને તેના સાગરીતોની ધરપકડ કરી જેલના (Crime Case in Ahmedabad) સળિયા પાછળ ધકેલી દીધા છે.

ચાંદખેડામાં લારી પર કામ કરતા વ્યક્તિને છરી મારનારને પોલીસે પકડી લીધો છે

છરીના ઘા વડે લોહીલુહાણ કરી નાખ્યો

પોલીસ કસ્ટડીમાં ઉભેલા ટપોરીનું નામ સંજય પરમાર છે. પરંતુ ચાંદખેડા વિસ્તારમાં વસૂલી દાદા તરીકે પોતાની ધાક ઊભી કરી આતંક મચાવી રહ્યો હતો. આરોપી વસૂલી દાદા અને તેના સાગરીતોએ ચાંદખેડા વિસ્તારમાં બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરને ગાડીમાં બેસાડી અપહરણ કરી પેટના ભાગે છરીના ઘા વડે લોહીલુહાણ કરી નાખ્યો હતો. જો કે ફરિયાદીએ બૂમો પાડતા આરોપીઓ ભાગી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને થતાં પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયા છે.

આ પણ વાંચો:Surat theft case: સુરતના લીંબાયતમાં ચોરી કરનાર આરોપી કાકાનો દીકરો જ નીકળ્યો

ચાર આરોપીઓની ધરપકડ કરી

પોલીસે મુખ્ય આરોપી વસૂલી દાદા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં કંઈક અલગ હકીકતો સામે આવી છે. ત્રણ મહિના બ્રેડ પકોડાની (Murder case in Chandkheda) લારીના માલિકના ભાઈ વિજય ઠાકોર સાથે માથાકૂટ થઈ હતી. તે માથાકૂટની અદાવત રાખીને કામ કરતા કારીગરની અપહરણ કરી છરીઓના ઘા મારી લોહીલુહાણ કરી નાખ્યો હતો.

આ પણ વાંચો :Jolva Rape Case: આવેદનપત્ર આપવા ગયેલા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ગરમાગરમી, PIએ દંડો બતાવતા કાર્યકરો ઉશ્કેરાયા

આરોપી વસૂલી દાદા ઈતિહાસ પણ છે..!

આરોપી વસૂલી દાદાના ગુનાહિત (Recovery crime in Ahmedabad) ઈતિહાસમાં પણ આરોપી સામે હત્યાના પ્રયાસ, મારામારી, ખંડણી, અપહરણ જેવા અનેક ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. જોકે હાલ તો ચાંદખેડા પોલીસે સમગ્ર ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓના ગુનાહિત ઈતિહાસ નીકળવા માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ આરોપીની ગેંગના અન્ય કેટલા સાગરીતો છે તેને લઈને પણ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details