20 જુલાઈએ જામનગર સેશન્સ કૉર્ટે સંજીવ ભટ્ટ સહિત એક પોલીસ અધિકારીને IPC અધિકારીને PC કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. અન્ય આરોપીઓને 232 અને 506 મુજબ કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠેરવાયા હતા. જેમાં સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરાઈ નથી.
1990 કસ્ટોડિયલ ડેથ કેસઃ સેશન્સ કૉર્ટની સજા વિરુદ્ઘ પૂર્વ IPS ભટ્ટની હાઈકૉર્ટમાં રિટ, હાઈકૉર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી
અમદાવાદઃ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને જામનગર સેશન્સ કૉર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેની સામે બે અલગ-અલગ રિટ દાખલ કરવામાં આવી છે. આ રિટની સુનાવણી દરમિયાન જસ્ટીસ હર્ષા દેવાણી અને વી.બી. માયાણીની ખંડપીઠે જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે અને ખુલાસો આપવા આદેશ કર્યો છે. તેમજ ચુકાદાને પડકારતી રિટને માન્ય રાખી છે. જેની આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જામનગરના એસ.પી તરીકે ફરજ બજાવતા હતા, દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી. જેમાં પ્રભુદાસ વૈષ્ણવની કોસ્ટોડિયલ ટોર્ચરમાં મોત થયું હતું.
મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરુદ્ઘ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે મુદ્દે સેશન્સ કૉર્ટે સંજીવ ભટ્ટ અને સહ આરોપીઓને સજા ફટકાર્યા બાદ તેની સામે આરોપીઓએ રિટ દાખલ કરી છે. જે મુદ્દે હાઈકૉર્ટે ગુજરાત સરકારને નોટીસ પાઠવી જવાબ માંગ્યો છે.