અમદાવાદઃ શહેરમાં 14 એપ્રિલના રોજ જમાલપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં.
ઇમરાન ખેડાવાલાનો બીજો રિપોર્ટ નેગેટિવ, રજા આપવામાં આવશે - Congress MLA Imran Khedawala
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો શિકાય થયાં હતાં. હવે 15 દિવસની સારવાર બાદ તેમનો કોરોનાનો બીજો રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.
15 દિવસની સારવાર બાદ તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ખેડાવાલા હાલ SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને રજા આપવામાં આવશે.
મહત્વનુ છે કે, અમદાવાદના કોટ, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહ્યાં હોવાથી સ્થાનિક ધારાસભ્યો ગ્યાસુદીન શેખ, શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાળા તેમના મત વિસ્તારોમાં સતત દોડધામ કરી લોકોને તબીબી ચકાસણી કરવા માટે સમજાવી રહ્યાં હતાં, ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો પણ સેમ્પલ લીધા હતાં.
ધારાસભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તાત્કાલિક SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતા. હવે 15 દિવસની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેથી તેમને હાસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.