ગુજરાત

gujarat

ETV Bharat / state

લિંગ પરિવર્તન કરાવ્યું હોય તો શાળા-કૉલેજના રેકોર્ડમાં નામ સુધારી શકાશે: હાઈકોર્ટ

અમદાવાદઃ લિંગ પરિવર્તન સાથે તે કરનારની ઓળખ અને નામ પણ બદલાય જાય છે. બાહ્ય સ્વરુપથી તો તેની ઓળખ પ્રસ્થાપિત થઈ જાય છે. પરંતુ સરકારી કાગળોમાં તેનું જુનુ નામ રહેતુ હોવાથી લિંગબદલ કરનારને ઘણી તકલીફ પડે છે. જેન્ડર ચેન્જ કરનાર ભરુચની એક યુવતીને શાળા-કૉલેજના રેકોર્ડમાં નામ સુધારો કરવા ધરમના ધક્કા ખાવા પડયા હતાં. જેનાથી કંટાળીને તેણે હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે આવા કિસ્સામાં રેકોર્ડમાં સુધારો કરવાનો આદેશ આપ્યો છે.

લિંગ પરિવર્તન કરાવ્યું હોય તો શાળા-કૉલેજના રેકોર્ડમાં નામ સુધારી શકાશે:હાઈકોર્ટ

By

Published : Jul 4, 2019, 1:28 AM IST

લિંગ પરિવર્તન હવે સહજ બાબત બની છે. યુવાનીમાં પ્રવેશ પછી જ સામાન્ય રીતે લીંગ જેન્ડર ચેન્જ કરવાનો નિયમ લેવામાં આવે છે. પરંતુ, આ નિર્ણય લેવાય તે પહેલા તો શાળા-કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ જાય છે. જેથી લિંગ પરિવર્તન કરનારને ઘણી જગ્યાએ તકલીફ પડે છે. આ મુદ્દે હાઈકોર્ટે કોઈપણ ઉમરમાં લિંગબદલ કરી હોય તો પણ શાળા-કૉલેેજના પ્રમાણપત્રમાં નામ સુધારી શકાય તેવો ચુકાદો આપ્યો છે. આ ચુકાદો હાઈકોર્ટે ભરુચની એક યુવતી કે જે હવે પુરુષ બની ગઈ છે તેની અરજીના આધારે આપ્યો છે. લિંગપરિવર્તન કર્યા પછી તેને દસ્તાવેજોમાં સુધારો કરવા માટે ઘણી તકલીફ પડી હતી. જેથી તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના આ નિર્ણયથી લિંગપરિવર્તન કરનારાઓને રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details