- આજે મોક્ષદા એકાદશી, ગીતા જયંતિનો તહેવાર
- ગીતા સાક્ષાત કૃષ્ણની દિવ્યવાણી માનવામાં આવે છે.
- મહાભારતના ગ્રંથમાં ગીતાજીનું વિશેષ મહત્વ
- ગીતાજીનું પઠન જ્ઞાનવાન બનાવે છે.
- શુક્રવારના મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી
અમદાવાદઃ વેદનું વાચન-પઢન આપણા માટે અતિ કાઠીન છે. ગીતાજીમાં તેની રચના સરળ અને સુંદર રીતે સામાન્ય માણસથી લઇ વિદ્વાન સુધી સરળતાથી સમજી શકે એવી છે. આજીવન વારંવાર અભ્યાસ કરતા રહેવા છતા ગીતાજીમાં એના રહસ્યને પરી પૂર્ણ રીતે પામી શકાતુ નથી.
ગીતા સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણના મુખકમળમાંથી નીકળેલી વાણી છે.
આ સંકલન વ્યાસજીએ કર્યુ છે. શ્રીકૃષ્ણે પોતાનો ઉપદ્દેશ યુદ્ધ ભૂમિમાં અર્જુનને જણાવ્યો હતો. તેમાં ઉપદ્દેશના અંશ પદ્યમાં અને ગદ્યમાં કહ્યા છે. વ્યાસજીએ સ્વયં શ્લોક બદ્ધ કર્યા છે. ગીતાજીમાં ભગવાનના ગુણ, પ્રભાવ, મર્મ, કર્મ તથા જ્ઞાનનું વર્ણન યથાર્થ રીતે કર્યું છે. શબ્દે શબ્દે આપણને સદઉપદ્દેશની લાગણી અનુભવાય છે. ગીતા માત્ર એક ધર્મગ્રંથ જ નથી પરંતુ આ એક જીવન ગ્રંથ પણ છે. જે આપણને પુરુષાર્થની તરફ અગ્રેસર થવાની પ્રેરણા આપે છે. કદાચ તે કારણથી હજારો વર્ષો બાદ આજે પણ આ આપણી વચ્ચે પ્રાસંગિક છે. માન્યતા છે કે, દ્વાપર યુગમાં ત્રિયોગના પ્રવર્તક શ્રીકૃષ્ણએ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષ એકાદશીના દિવસે કુરૂક્ષેત્રમાં અર્જુનને ગીતા જ્ઞાન આપેલ, જે મોક્ષદાયક છે. આ કારણથી આ એકાદશીનું એક પ્રચલિત નામ મોક્ષદા એકાદશી છે. આ દિવસ 'ગીતા જયંતી'ના રુપમાં પણ પ્રચલિત છે. ધર્મજ્ઞોના કથન અનુસાર ધાર્મિક તથા આધ્યાત્મિક સિદ્ધાંતોનું પ્રતિપાદન જ ગીતાનો મૂળ ઉદેશ છે.
આજે મોક્ષદા એકાદશી ગીતા જયંતી કર્મ અને ધર્મના મહાકોષમાં ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક
ગીતા ત્રિયોગ, રજોગુણ સંપન્ન બ્રહ્માથી ભક્તિ યોગ, સતોગુણ સંપન્ન વિષ્ણુથી કર્મયોગ અને તમોગુણ સંપન્ન શંકરથી જ્ઞાનયોગનો એવો પ્રકાશ છે, જેની દરેક જીવાત્માને પ્રકાશમાન કરે છે. મહાભારત અર્થાત 'જય સંહિતા'ના 18 પર્વમાં ભીષ્મ પર્વનું અભિન્ન અંગ ગીતા છે. જેમાં ત્રિયોગનું સુંદર સમન્વય મળે છે.
ગીતાની ગણના ઉપનિષદોમાં કરવામાં આવે છે. તે કારણે 'ગીતોપનિષદ' પણ કહેવાય છે.
જે જીવવાની કક્ષાનો મહાન ગ્રંથ છે અને કહેવાય છે કે, સનાતન ધર્મની સ્થાપના અને અધર્મના વિનાશથી સંબદ્ધ ગીતાનું પ્રથમ જ્ઞાન જગતના અલૌકિક તેજથી સૂર્યદેવને પ્રાપ્ત થયું છે તેઓએ પ્રથમ વૈવસ્વત મનુને અને તે ઉપરાંત મનુએ રાજા ઇક્ષ્વાકુને આ જ્ઞાન પ્રદાન કર્યું હતુ. જેને શ્રીકૃષ્ણએ અર્જુનને સવિસ્તાર બનાવ્યું છે. તેની સાથે ધૃતરાષ્ટ્ર અને તેના પ્રિય સંજયને પણ તેનું પ્રત્યક્ષ શ્રવણ કર્યું હતુ. ધર્મના વિભિન્ન માર્ગોનો સમન્વય અને નિષ્કામ કર્મ-તે ગીતાની બે પ્રમુખ વિશેષતાઓ છે.
ગીતાની બે પ્રમુખ વિશેષતાઓ
મહાભારતમાં વેદ વ્યાસજી ગીતાના બારામાં અધ્યાયમાં જણાવે છે કે, ગીતા સુગીતા કરવા યોગ્ય છે. જે સ્વયં પદ્મનાભ ભગવાન વિષ્ણુના મુખારવિંદથી નીકળી છે. ભારતીય નદીઓમાં ગંગા, પશુધનમાં ગાય, તીર્થોમાં ગયા, દેવીઓમાં ગાયત્રી, અને ધર્મગ્રંથોમાં ગીતાનું અતિ વિશેષ માન છે. આ પાંચેય 'ગ' કારક છે. જે, મોક્ષદાયક પરમ પવિત્ર છે. અનેક અર્થોમાં ગીતા અને ભારતીયતાનો જીવંત પ્રકાશ છે. જેમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સન્નિહિત છે. ગીતાનું પઠન-પાઠન તથા ચિંતન-શ્રવણ આપણને જ્ઞાનવાન બનાવે છે. તેના દરેક શ્ર્લોકમાં જીવન સંબંધિત કોઇને કોઇ તાર અવશ્ય જોવા મળે છે. જે અન્ય ક્યાંય મળતું નથી.