ગુજરાત

gujarat

ETV Bharat / state

Akshaya Tritiya 2023: અખાત્રીજના દિવસે આ રીતે કરો પૂજા, થશે તમામ મનોકામનાઓ પૂરી - Akshaya Tritiya

વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા કે આખાત્રીજ તરીકે ઓળખાય છે.આ તિથિ યુગાદી કહેવાય છે. કારણ કે, સતયુગની આદિ તિથિ છે. વૈશાખ સુદ ત્રીજની રાત્રિના પ્રથમ પ્રહરમાં પરશુરામનો જન્મ થયો તેથી પરશુરામ જયંતિ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ગંગા સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે.

જાણો અખાત્રીજનું મહત્વ શુ છે
જાણો અખાત્રીજનું મહત્વ શુ છે

By

Published : Apr 18, 2023, 4:11 PM IST

જાણો અખાત્રીજનું મહત્વ શુ છે

અમદાવાદ: હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ ના શુભ મુહૂર્ત અને મહત્વ પુર્ણ તિથિ માનવામાં આવે છે. આ દિવસના રોજ તમામ પ્રકારના મંગલકારી તેમજ શુભકાર્ય કરી શકાય છે.અક્ષય તૃતીયા પર ખરીદી પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ વખતે તારીખ 22 એપ્રિલને શનિવારે અક્ષય તૃતીયા કે અખાત્રીજ છે.

દાનનો મહિમાઃપંડિત હેમીલ લાઠીયા etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જેનો ક્ષય થતો નથી તે અક્ષય તરીકે ઓળખાય છે. વૈશાખ સુદ ત્રીજ યુગાદિ તિથિ છે.એક ગણતરી મુજબ મેષ સંક્રાંતિ દરમિયાન આવતી હોય છે. સૂર્ય મેષ રાશિમા હોય જે તેની ઉચ્ચ રાશિ છે.સુદ ત્રીજ તિથિ હોવાથી ચંદ્ર વૃષભમાં તેની ઉચ્ચ રાશિમાં હોય છે. આ યોગ વિશિષ્ટ હોય છે.જેમાં સૂર્ય અને ચંદ્ર પોતપોતાની ઉચ્ચ રાશિમાં હોય છે.સૂર્ય અને ચંદ્રને આપણે પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખીએ છીએ. જો આ દિવસે ઉપવાસ કરી દાન ધર્મ કરવામાં આવે તો ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે.

આ પણ વાંચો Ahmedabad Temperature : અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને AMCએ શહેરમાં યેલો એલર્ટ જાહેર કર્યું

સર્વ સુખ આપનારઃ આજ ના દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. ગંગા સ્નાન કરવાથી પણ પાપનો નાશ થાય છે.આ તિથિ સતયુગની આદિ તિથિ હોવાથી યુગાદિ કહેવાય છે.સર્વ પાપનો નાશ કરનાર અને સર્વ સુખ આપનાર છે.આ તિથિએ કરવામાં આવતા કર્મનો નાશ થતો નથી.માટે તે કર્મ અક્ષય બને છે.જેથી અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે.આ તિથિએ પુણ્ય સ્નાન, જપ, હોમ, મંત્ર, સિદ્ધિ વગેરે કાર્ય કરવાથી તેનું ફળ પણ અક્ષય બને છે.

ભાવ રહેલો છેઃઆજે કળિયુગમાં પણ આ તિથિ નો ભાવ ખૂબ જ રહેલો છે.જેમાં મનુષ્ય યંત્ર સિદ્ધિ, સોનુ, જમીન, વાહન ખરીદી ઉપરાંત લગ્ન કરવા જેવી બાબત ખૂબ જ પ્રાધાન્ય આપે છે.કારણ કે, આ કાર્ય દીર્ઘ બને છે.હાલમાં પણ આ દિવસ લગ્ન માટે કેટલાક પ્રાંતમાં કે પરિવારમાં વધુ પ્રધાન્યરૂપ જોવા મળે છે.માન્યતા મુજબ આ દિવસે કરેલા લગ્ન ઘણા દોષને દૂર કરે છે. આ દિવસે લગ્ન પણ વધુ જોવા મળે છે.કેટલીક જગ્યાએ વિદ્વાનોના માર્ગદર્શન પ્રમાણે વિશિષ્ટ કાર્યના આયોજન પણ થતા હોય છે.

શ્રેષ્ઠ બનાવવા માટેનો:આ દિવસે વિશેષ પૂજા ધર્મ ધ્યાનમાં માનનાર આ દિવસે યંત્ર જેવા કે શ્રીયંત્ર, કનકધારા યંત્ર, લક્ષ્મી નારાયણ યંત્ર વગેરેની સિદ્ધિ કે વિશેષ પૂજા કરતા હોય છે. વિદ્વાનો પાસેથી કે ધર્મ ગ્રંથોમાં અક્ષય તૃતીયાની વિસ્તૃત માહિતી, વ્રત, પૂજાની જાણકારી મેળવી શકાય છે.આપણે ઈશ્વરની કૃપાથી વર્ષમાં કેટલાક વિશિષ્ટ દિવસ સમય વરદાનરૂપ મળેલા છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ચાલુ કારે નબીરાઓએ ફટાકડા ફોડતા ઘરે જતી વિધાર્થીની દાજી, જૂઓ CCTV

ધરતી પુત્ર કરે છે પૂજાઃ ધરતીપુત્રો પણ પોતાના ઓજારોનું પુજન કરવામાં આવતું હોય છે. ધરતીપુત્રો પોતાના ઓજારોનું પુજન કરી સવારમાં ઉગતા સૂર્ય સામે નમન કરીને ખેતરમાં ઉગતા સૂર્ય સામે હળ ચલાવામાં આવે તો આવનાર વર્ષમાં પાકનું સારું ઉત્પાદન થાય છે. જેના કારણે અખાત્રીજના દિવસે ધરતી પૂજન કરાય છે. આજના દિવસે લોકો વાહનની ખરીદી પણ મોટા પ્રમાણમાં કરતા જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details