અમદાવાદ: રક્ષાબંધનને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મીઠાઈની ખરીદી કરવા માટે લોકો આતુર બન્યા છે. ખાસ કરીને જ્યારે વિદેશમાં મીઠાઈ મોકલવાની વાત આવે ત્યારે લોકો બજારમાં મળતી અવનવી મીઠાઈઓ વધુ પસંદ કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાના પગલે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, અને ઘરની જ વસ્તુ ખાવાનું પસંદ કરી રહ્યા છે. તેમ છતાં બજારમાં મીઠાઈની દુકાનો જે વર્ષોથી પ્રખ્યાત છે, ત્યાં ગ્રાહકોનું આવવાનું ધીરે ધીરે શરૂ થઇ ગયું છે. તેનું એક મુખ્ય કારણ એ પણ છે કે, મીઠાઇ બનાવતી વખતે દુકાનમાં પુરી પુરી કાળજી લેવામાં આવી રહી છે તેમજ જ્યારે કોઈ પણ ગ્રાહક દુકાનમાં પ્રવેશે ત્યારે તેમનું થર્મલ ગનથી ટેમ્પરેચર માપવામાં આવે છે, તેમજ સેનીટાઇઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
શ્રાવણ માસમાં તહેવારોને લઇને બજારમાં ઇમ્યુનિટી વધારતી મીઠાઈઓ મળવાની શરૂઆત - Holy festival of Rakshabandhan
શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો શ્રાવણ માસમાં લોકો ઉપવાસની સાથે અવનવી મીઠાઈઓ પણ ઘરે બનાવતાં હોય છે. એ મહત્વનું છે કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ શ્રાવણ માસમાં જ આવે છે, ત્યારે રક્ષાબંધનના તહેવારે બજારોમાં અવનવી મીઠાઈઓ મળવાની શરૂઆત થઈ જાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ખાસ ઇમ્યુનિટી વધારતી મીઠાઈ માર્કેટમાં મળશે.
અમદાવાદ
જેમાં ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે અમે તેમાં ફેરફાર પણ કરી આપીએ છીએ. આ સાથે જ જો કોઈને વિદેશમાં પણ મીઠાઈ મોકલવી હોય તો તેના માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જો કોઈને ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો તેના માટે પણ અમારા દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.