અમદાવાદ: કોરોનાની મારામારીમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે, કોરોનાની ગાઇડલાઇન્સનો ભંગ થયેલો આ પ્રક્રિયામાં જણાઈ આવે છે. કારણ કે, આ પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ માટે આવેલા યુવક અને યુવતીઓ એ સોશિયલ ડિસ્ટસીંગ રાખ્યું નથી તેમજ ઝેરોક્ષની દુકાન પર લોકોના ટોળા વળ્યા હતા.
કોરોનાની મારામારીમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તાત્કાલિક ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા
મ્યુનિસિપલ કોપૉરેશન અર્બન હેલ્થ સોસાયટી દ્વારા કરાર આધારીત ભરતી માટે રાખેલી હતી. વોક ઇન ઇન્ટરવ્યુ જેની જાહેરાત સોશિયલ મીડિયાના મારફતે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ કરાર આધારીત નોકરી માટે ઊમટી પડ્યા હતા.
કોરોનાની
અમદાવાદની તમામ દુકાનો પર એક મીટરનું અંતર રાખવા અમદાવાદ મહાનગર પાલિકાના અધિકારીઓ સુચના આપે છે, પણ આરોગ્ય ભવનમાં જ આ સૂચનાનો અમલ થયો નહીં. મ્યુનિસિપલ કમીશ્નર માત્ર ટ્વીટર પર સુચના આપવામાં સક્રિય છે. અમદાવાદ મહાનગર પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરી બહાર જ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.