ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Heat Waves: ગુજરાતમાં આકાશી આફત, 108 ને દર 5 મિનિટે મળે છે ગરમીનો ઈમરજન્સી કોલ - ગુજરાતમાં આકાશી આફત

ગુજરાત રાજ્યમાંથી 108 ઈમરજન્સી કેસમાં મળતા કોલમાં 1થી 7 મેના સમયગાળામાં મળેલી ઈમરજન્સી કરતા 8થી14 મે સુધી મળતા કોલમાં 13.92 ટકા વધારો નોંધાયો હતો. અમદાવાદમાં 1થી 7 મી મેના રોજ નોધાયેલા કેસ કરતા 8થી 14 મેના સમયગાળામાં મળેલા કોલમાં 21.24 ટકાનો વધારો નોંધાયો છે.

illness-hit-in-ahmedabad-due-to-heat-108-emergency-received-2000-calls-in-15-days
illness-hit-in-ahmedabad-due-to-heat-108-emergency-received-2000-calls-in-15-days

By

Published : May 17, 2023, 5:13 PM IST

Updated : May 17, 2023, 8:00 PM IST

અમદાવાદ:અમદાવાદ શહેરમાં જાણે કે અગન જ્વાળા વરસી રહી હોય તે પ્રકારની સ્થિતી સર્જાઈ છે. ગરમીનો પારો 43 ડીગ્રીને પણ પાર થઈ જતા અનેક લોકો હીટ વેવના શિકાર બન્યા છે. જેના કારણે હીટ સ્ટ્રોક જેવા કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. 108 ઈમરજન્સી સેન્ટરમે મળતી ઈમરજન્સીમાં પણ હીટસ્ટ્રોકના કારણોસર મળતા કોલમાં સતત વધારો થયો છે. 108 ઈમરજન્સી સર્વિસને દર કલારે હીટ સ્ટ્રોકના રાજ્યમાંથી 11 જેટલા કોલ મળી રહ્યા છે, એટલે કે દર 5 મીનીટે એક વ્યક્તિ હિટ સ્ટ્રોકનો શિકાર બની રહ્યો છે.

રાજ્યમાંથી 108 ઈમરજન્સી સર્વિસને મળેલા કોલની વિગતો

'છેલ્લાં 6 વર્ષથી હું 108 માં ફરજ બજાવુ છું. સખત ગરમીનો વધારો થયો છે ત્યારે અમને કોલ અસાઈન થાય તો અમે કોલરને પહેલા તેને શું તકલીફ છે તે પુછી લઈએ છીએ અને સ્થળ પર પહોંચતા પહેલા તેને પ્રિઅરાઈવલ ઈન્સ્ટ્રક્શન આપીયે છીએ. બાદમાં સ્થળ ઉપર પહોંચીને દર્દીના શરીરના વાયટલ ચકાસીયે છિએ અને અમારી ઉપર ફિજીશિયન હોય તેઓને ફોન કરીને જરૂરી સારવાર કરીએ છિએ.' -તનવીરભાઈ વિજાપુરા, ઈમરજન્સી મેડિકલ ટેક્નીશિયન

ઈમરજન્સી મેડિકલ ટીમ: 108 ઈમરજન્સી કોલ સેન્ટરમાં મળતા કોલને સીધા જ ફિલ્ડ પર કોલ મળ્યો હોય તે વિસ્તારના નજીકમાં હાજર ઈમરજન્સી મેડિકલ ટીમને મોકલવામાં આવતા ટીમ પહેલા ફોન પર તકલીફ પુછીને બાદમાં દર્દીની મુલાકાત લઈ તેને જરૂરી સારવાર આપે છે. જરૂર લાગે તો નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે.

અમદાવાદમાંથી 108ને મળેલા કોલની વિગતો

'ગરમીથી બચવા માટે બપોરના 12થી 4 ના સમયગાળામાં જરૂર વિના ઘરની બહાર નિકળવું ન જોઈએ. જવુ જરૂરી હોય તેવા કિસ્સામાં આખુ શરીર ઢંકાય તે પ્રકારે કપડા અને માથે હેલ્મેટ અથવા ટોપી પહેરવી જોઈએ. લાંબો અંતર કાપવાનો હોય ત્યારે સમયાંતરે છાયણામાં થોડો રેસ્ટ કરવો તેમજ વારંવાર પાણી, લીંબુ શરબત-શીકંજી તે પ્રકારનું પ્રવાહી લેવુ જોઈએ. કોઈ પણ વ્યક્તિ હીટ સ્ટ્રોકનો શિકાર બને તો આસપાસના લોકોએ પહેલા તે વ્યક્તિને છાંયડામાં લઈ જઈ બાદમાં તેને પાણી પીવડાવી અને નજીકના દવાખાને લઈ જવું જોઈએ.' -પ્રવીણ ગર્ગ, એમ.ડી ફિજિશીયન

સમસ્યા સર્જાઈ તો 108 ને સંપર્ક કરો:આ અંગે ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસ્પોન્સ ઈન્સ્ટીટ્યુટના સીઓઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે હાલમાં ગરમીના રીલેટેડ મળતી ઈમરજન્સીમાં વધારો થયો છે. પેટમાં અને માથામાં દુખાવો, ચક્કર આવવા અને તેમજ હીટસ્ટ્રોક જેવી તકલીફોની ઈમરજન્સી વધી રહી છે. ગુજરાતમાં અને અમદાવાદમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જો આપની આસપાસ કોઈ ગરમીના કારણે હીટ સ્ટોકનો ભોગ બન્યો હોય તો તરત જ 108 નો સંપર્ક કરવો.

ગુજરાતમાં આકાશી આફત
  1. Banaskantha News : સરહદી વિસ્તારોમાં હવાડા કોરાધાકોર જેવા, માનવ સાથે પશુ પાણી વિનાના ટળવળતા
  2. Banaskantha News : થરાદ નર્મદા મુખ્ય કેનાલની ફેઝ 1ની સફાઈ થઇ પૂરી, પાણી વહેતું થયું
Last Updated : May 17, 2023, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details