- કરફ્યૂ દરમિયાન સ્વચ્છતા માટેની શ્રેષ્ઠ કામગીરી
- દબાણો દૂર કરવામાં અને સ્વચ્છતા જાળવવામાં સરળતા રહી
- મોકળાશ જોઇ તંત્રએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા
અમદાવાદ: કોરોનાની મહામારીમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન સ્વચ્છતાની કામગીરી ઉત્કૃષ્ટ રીતે બજાવવામાં આવી હતી. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતા જેવા અનેક વિભાગોને માર્ગો પરનું કામ કરવામાં સરળતા રહેતી હતી.
અમદાવાદમાં સંચારબંધી દરમિયાન ગેરકાયદે પાટિયા ઉતારી લેવામાં આવ્યા આજે તમામ વિસ્તારોમાં દબાણો દૂર કરાયા
શુક્રવાર રાત્રે કરફ્યુ જાહેર થતાં જ દબાણ ખાતાને દબાણો દૂર કરવામાં મોકળાશ મળી ગઇ હતી. વહેલી સવારથી જ દબાણ ખાતાની ગાડીઓ માર્ગો પર દોડતી થઇ ગઇ હતી. ડીવાઇડરો પર, થાંભલાઓ પર લગાડવામાં આવેલી જાહેરાતો, પાટિયા, બેનર્સ ઉતારી લેવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સંચારબંધી દરમિયાન ગેરકાયદે પાટિયા ઉતારી લેવામાં આવ્યા સામાન્ય દિવસોમાં દબાણો હટાવવામાં મુશ્કેલીઓ સર્જાય હતી
સામાન્ય દિવસોમાં જ્યારે દબાણ ખાતાની ગાડીઓ માર્ગો પર કાર્યવાહી કરે છે ત્યારે મોટી અડચણો આવે છે. કેટલીક વાર સ્થાપિત હિતો અને રાજકીય દરમિયાનગીરીને કારણે મુશ્કેલી ઓ ઉભી થાય છે. પોલીસ કાફલાનો સહારો પણ લેવો પડે છે. પરંતુ સંચારબંધી જેવા સંજોગોમાં ગમે તેના ગેરકાયદેસર પાટિયા ઉતારવામાં દબાણ ખાતાને સરળતા રહી હતી.