સુરતમાં બનેલી દુઃખદ ઘટનામાં 22 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તક્ષશિલા કોમ્પલેક્ષમાં ફાયરસેફ્ટીના સાધનોના અભાવના કારણે આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગથી બચવા વિદ્યાર્થીઓ ચોથા માળથી નીચે કુદતા અને કેટલાક અંદર ટ્યુશન ક્લાસીસમાં જ પોતાનો જીવ ગુમાવી બેઠા હતા.
સુરત આગમાં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને અમદાવાદમાં શ્રદ્ધાંજલિ અપાઈ - SMIT CHAUHAN
અમદાવાદઃ સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગના કારણે 22 વિદ્યાર્થીઓના મૃત્યુ નિપજ્યા હતા. સોમવારે અમદાવાદમાં પણ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકોએ કેન્ડલ સળગાવી મૃતકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
hd
આ ઘટનાના પડઘા સમગ્ર દેશ અને વિશ્વમાં પડ્યા છે. ત્યારે ઠેર-ઠેર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. સોમવારે અમદાવાદના લૉ ગાર્ડન ખાતે વાલી સ્વરાજ મંચના સદસ્યો અને પોલીસ દ્વારા આ નિર્દોષ બાળકોને કેન્ડલ સળગાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.