ગુજરાત

gujarat

ETV Bharat / state

તમે રહો ઘરની અંદર તો કોરોના રહેશે ઘરની બહાર... જનજાગૃતિની આહલેખ જગાવતાં કોરોના યોદ્ધાની વાત - Ahmedabad News

સમગ્ર દેશમા જ્યારથી લોકડાઉન થયુ ત્યારથી આમદાવાદના કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક એનાઉન્સર યુવક રિક્ષા ફેરવીને કોરોનાથી બચવાના ઉપાયો અને કાયદાકીય સમજૂતીથી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.

તમે રહો ઘરની અંદર તો  કોરોના રહેશે ઘરની બહાર...
તમે રહો ઘરની અંદર તો કોરોના રહેશે ઘરની બહાર...

By

Published : May 22, 2020, 8:24 PM IST

આમદાવાદઃ લોકડાઉનનો પ્રથમ તબક્કો અમલી બન્યો ત્યારથી કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સતત રિક્ષા ફેરવીને કોરોનાથી બચવાના ઉપાયો અને કાયદાકીય સમજૂતી માટે રાજુભાઈ દવે દ્વારા આહલેક જગાવવામાં આવી છે.

તમે રહો ઘરની અંદર તો કોરોના રહેશે ઘરની બહાર...

એનાઉન્સર રાજુભાઈ દવે દરરોજ સવાર-સાંજ શહેર કોટડા હદ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફરે છે. તેઓ પોતાના આકર્ષક અવાજ ઉપરાંત અનેકવિધ મનોરંજક સંદેશ, મ્યુઝિકલ જીંગલ, રચનાત્મક સંદેશની જાહેરાત કરીને સતત લોકોને જાગૃત કરે છે.

કોરોના સામે બચવાના તમામ ઉપાયો અને સૂચનો રીક્ષામાં બેસીને માઈકમાં જાહેરાત કરે છે, અને લોકોને સતર્ક રહેવા સતત અપીલ કરે છે. પોતાનો પરિવાર છોડીને તેઓ બહાર ફરીને લોકોમાં જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે.

રાજુભાઈ દવે દ્વારા હાલ મુખ્યપ્રધાન દ્વારા માસ્ક પહેરીને જ બહાર નીકળવાના સંકલ્પ, દો ગજ દૂરી અને બાળકો, વૃદ્ધો આવશ્યકતા સિવાય બહાર ન નીકળવાના સંદેશને પણ રીક્ષામાં બેસીને એનાઉન્સમેન્ટ દ્વારા લોકો સુધી પહોંચાડી રહ્યા છે. રાજુભાઈ દવે ગર્વભેર કહે છે હું કોરોના વોરીયર છું

ABOUT THE AUTHOR

...view details