એક અઠવાડિયામાં ઢોર ગુમ થયા અંગેની યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર વિરોધ થશે : માલધારી સમાજ - કમિશનર
AMCના ઢોરવાડામાંથી ગાય ગુમ થવાનો મુદ્દો ગરમાયો છે. થોડા દિવસ અગાઉ વિપક્ષે કમિશ્નર વિજય નેહરા વિરુદ્ધ બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે આજે માલધારી સમાજ મ્યુનિસિપલ કચેરી ખાતે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં તેઓ બેનરો સાથે મ્યુનિસિપલ કચેરી આવ્યા હતા અને કમિશ્નરને મળ્યા હતાં.
ઢોર ગુમ થયા અંગેની યોગ્ય તપાસ નહીં થાય તો ઉગ્ર વિરોધ થશે : માલધારી સમાજ
અમદાવાદ : ગાય મામલે અગાઉની વિજિલન્સ તપાસમાં જ અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. જેને લઇ કમિશ્નરે ફરી તપાસ કમિટી રચી છે. કમિશ્નર તેમના અધિકારીઓને બચાવવા માગે છે. જો એક અઠવાડિયામાં યોગ્ય તપાસ નહીં થાય તો માલધારી સમાજ ઢોર સાથે મ્યુનિસિપલ કચેરી બહાર ઉગ્ર વિરોધ કરશે.