ગુજરાત

gujarat

ETV Bharat / state

ત્રણ દેશના કોર્ગો હેન્ડલ નહી કરે તો અદાણીના મુંદ્રા પોર્ટને કરોડોનું નુકસાન થશે

અદાણી પોર્ટે સત્તાવાર જાહેર કર્યું છે કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતાં કન્ટેનરનું હેન્ડલિંગ નહી કરે, જેનાથી અદાણી પોર્ટને કરોડો રૂપિયાનું નુકસાન જશે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ટેલકમ પાવડરની આડમાં 3000 કિલોગ્રામ ડ્રગ્સ મોકલતાં ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો.

By

Published : Oct 13, 2021, 11:40 AM IST

  • અદાણી ગ્રુપે જાહેર કરી ટ્રેડ એડવાઈઝરી
  • 15 નવેમ્બરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનના કાર્ગો હેન્ડલ નહી કરે
  • નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સીએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા


અમદાવાદઃ અદાણી પોર્ટ્સ કંપનીએ જણાવ્યું છે કે 15 નવેમ્બર, 2021થી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતાં કાર્ગોનું હેન્ડલિંગ નહી કરે. અદાણી ગ્રુપે એક ટ્રેડ એડવાઈઝરી જાહેર કરી હતી અને તેમાં અદાણી પોર્ટ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું છે કે 15 નવેમ્બર, 2021થી આ ત્રણેય દેશથી આવતાં એક્ઝિમ કન્ટેનરાઈઝ્ડ કાર્ગો હેન્ડલ કરશે નહી, આ સુચના કંપની દ્વારા સંચાલિત તમામ ટર્મિનલો અને અદાણી પોર્ટ્ સેઝ પરના થર્ડ પાર્ટી ટર્મિનલ્સને પણ આગામી નવી જાહેરાત સુધી લાગુ પાડશે.

ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારના તાર કયા જોડાયા છે?

મુંદ્રા પોર્ટ પર 15 સપ્ટેમ્બરે ડીઆરઆઈએ 3 હજાર કિલોગ્રામ રૂપિયા 21,000 કરોડના હેરોઈનનો જંગી જથ્થો ઝડપાયો હતો. ડીઆરઆઈની તપાસ પછી નેશનલ ઈન્વેસ્ટિંગેશન એજન્સી(એનઆઈએ)ને તપાસ સોંપવામાં આવી છે. એનઆઈએ એ દેશભરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા છે. અને આ ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારના તાર ક્યા સુધી જોડાયેલા છે, તેની તપાસ સઘન બનાવી છે.

આ પણ વાંચોઃદિલ્હી માથે તોળાતું વીજ સંકટ, જાણો કેજરીવાલ સરકાર અને કેન્દ્રએ અલગ-અલગ દાવાઓ કરતા શું કહ્યું

ભૂજની એનપીડીએસ વિશેષ કોર્ટે ટિપ્પણી કરી

કોર્ટે મુંદ્રા બંદરે આવેલ અદાણી પોર્ટ્સની ટીકા કરી હતી, અને સવાલ પુછ્યો હતો કે, મુંદ્રા પોર્ટ દ્વારા કેવી રીતે માલસામાન અને કેન્ટેનરની તપાસ કરાય છે. તે બાબત પછી કંપનીને જરૂરી ખુલાસા કરવા પડ્યા છે. ભૂજની NPDS(National Pollutant Discharge System)ની વિશેષ કોર્ટે ટિપ્પણી કરી હતી કે પોર્ટ પર કન્ટેનરોની તપાસની શુ પદ્ધતિ છે? જે પછી અદાણી પોર્ટ દ્વારા ટ્રેડ એડવાઈઝરી જાહેર કરીને કાર્ગો હેન્ડલિંગ બંધ કરાયું છે.

કાર્ગો હેન્ડલિંગમાં અદાણીનો હિસ્સો 24 ટકા

દેશના કાર્ગો હેન્ડલિંગમાં અદાણીનો હિસ્સો 24 ટકા છે. અદાણી ગ્રુપ પાસે દેશના 13 પોર્ટના સંચાલનના હક્ક છે. મુંદ્રા પોર્ટ પર ડ્રસ્સ પકડાયા પછી કંપનીએ કહ્યું હતું કે કાર્ગો ચકાસવાની જવાબદારી અમારા હસ્તક નથી. સોશિયલ મીડિયા અને ગુજરાત વિધાનસભામાં પણ વિરોધ પક્ષ દ્વારા અદાણી પોર્ટ સામે કાર્યવાહી કરતી માંગ કરાઈ હતી. જે પછી વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.

આ પણ વાંચોઃપાકિસ્તાનથી આવ્યો હતો આતંકવાદી પીર મૌલાના, દિલ્હીમાં બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર

એક આરોપીને શોધવામાં DRI નિષ્ફળ

મુંદ્રા પોર્ટ પર આવેલ રૂપિયા 21,000 કરોડના હેરોઈનના જંગી જથ્થા અંગે ડીઆરઆઈ(Directorate of Revenue Intelligence) ની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી ભારત મોકલાયો હતો. ફરાર થયેલ એક આરોપી સિવાયના બધા આરોપીની વિગતો એનઆઈએને આપી દેવાઈ છે. જો કે ડીઆરઆઈ કુલદીપસિહ નામના દિલ્હીના એક કારોબારીને શોધવામાં નિષ્ફળ રહી છે. અફઘાનિસ્તાનના ડ્રગ્સ ડીલર હસન હુસેને આ ખેપ મોકલી હોવાનું અને તેણે સુધારનને કુલદીપસિંહને આ કન્ટેનર સપ્લાય કરવાનું કહ્યું હતું. આમ કુલદીપસિંહને અફઘાનિસ્તાનના ડીલર સાથે સંપર્ક હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિજયવાડાની પેઢીએ ટેલકમ પાવડરના નામે ડ્રગ્સ આયાત કર્યું હતું.

અદાણી પોર્ટના બિઝનેસમાં કેટલો ફરક પડશે?

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડના પીઆરઓ જયદીપ શાહે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કયા દેશમાંથી કેટલો કાર્ગો હેન્ડલ કરીએ છે એનો કોઈ ડેટા હોતો નથી, અત્યારે આવી કોઈ માહિતી હાલ અમારી પાસે નથી. થોડા સમયમાં આ માહિતી મળી જશે. કયાં દેશમાંથી કેટલી આવક થાય છે, કેટલુ નુકસાન થાય છે એવી માહિતી મેઈન્ટેન કરવામાં આવતી નથી. અંદાજિત માહિતી પણ નથી. અમદાવાદથી માહિતી મંગાવવામાં આવી છે આવી કોઈ માહિતી આવશે.

ABOUT THE AUTHOR

...view details