શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે, તો તેની સામે કાર્યવાહી થશે
અમદાવાદ: શહેરને હેરિટેજ સિટી બિરુદ મળ્યું છે, પરંતુ હેરિટેજની જાળવણી અંગે તંત્ર દરકાર રાખી રહ્યું છે. જય અભિયાન સમિતિ દ્વારા આ અંગે કોર્પોરેશને આ મકાનની યાદી આપી આવા મકાન ધારકો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.
શહેરના હેરિટેજ મકાનોને કોમર્શિયલ કરવામાં આવશે તો તેની સામે સખ્ત કાર્યવાહી થશે
હેરિટેજ સિટી અમદાવાદમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં હેરિટેજ મકાનો આવેલા છે. જેમાં તંત્રની બેદરકારીના કારણે આવા હેરીટેજ મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવે છે અને હેરિટેજ વારસાને નુકસાન પહોંચે છે. આવા કેટલાક એકમોમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાંથી કેટલાક મકાનોને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.