ગુજરાત

gujarat

શું ભગવાની મુર્તિઓ મનોકામના પૂર્ણ સુધી જ મહત્વ રાખે છે?

By

Published : May 10, 2019, 11:55 AM IST

Updated : May 10, 2019, 7:51 PM IST

અમદાવાદ : મનુષ્યના સ્વભાવ મુજબ જરૂરિયાત પૂરી થઈ જાય પછી તે ગમે તે વસ્તુ હોય તે તેને ફેંકી દેતો હોય છે.તેવી જ રીતે લોકો ભગવાનની મૂર્તીની પૂજા કર્યા બાદ જે તે જગ્યાઓ પર મુકી દેતા હોય છે.

સ્પોર્ટ ફોટો

દશામાંના ઉપવાસ હોય કે ગણેશ ચતુર્થી હોય કે પછી નવરાત્રી લોકો આ અવસરો પર ભગવાનના મુર્તિની ભાવ ભક્તિ પૂર્ણ સ્થાપના કરતા હોય છે, તેની પૂજા અર્ચના કરતા હોય છે , પછી તેને વિધિવત રીતે તે મુર્તીના વિસર્જન પણ કરતા હોય છે.

શું ભગવાની મુર્તિઓ મનોકામના પૂર્ણ સુધી જ મહત્વ રાખે છે?

દસ દિવસ શ્રદ્ધાસુમનથી દશામાના મુર્તિની પૂજા કરી પોતાની દરેક મનોકામના પૂરી કરાવવાની આશા અને લાગણી સાથે માતાજીને વિદાય આપે છે. પરંતુ જ્યારે આ મુર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તેને ખરાબ દુષિત જગ્યાઓ પર મુકી દેવામાં આવતી હોય છે. જે જગ્યાએ બે મિનિટ ઊભા રહેવું પણ કોઇ પસંદ ન કરે તેવી જગ્યાઓ પર આ મુર્તિઓને રાખવામાં આવે છે. એવામાં નર્મદા કેનાલ પાસે દશામાં તથા મહાદેવજી સાથે અન્ય ભગવાનોની મુર્તિઓ દુષિત જગ્યા પર રાખવામાં આવી હતી.

Last Updated : May 10, 2019, 7:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details