ગુજરાત

gujarat

ETV Bharat / state

ICICIના પૂર્વ ચેરમેન ચંદા કોચર વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ - ICICIના પૂર્વ ચેરમેન ચંદા કોચર સમાચાર

અમદાવાદઃ ભારતની ખાનગી ક્ષેત્રે સૌથી મોટી બેન્ક પૈકીની એક ICICI બેંકની વાર્ષિક સભામાં કેટલાક સભ્યોએ ભ્રષ્ટાચારને લગતા સવાલ કરતા તેમને બેઠકમાંથી બાકાત રખાતા ICICI બેન્કના પૂર્વ ચેરમેન ચંદા કોચર અને કે.વી. કામથ સહિત હોદ્દેદારો સામે બદનક્ષીની ફરિયાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરી હોવાની વિગતો સામે આવી છે.

ICICIના પૂર્વ ચેરમેન ચંદા કોચર વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ દાખલ

By

Published : Oct 15, 2019, 10:18 AM IST

શેના મકરબા વિસ્તારમાં રહેતા અરજદાર બાબુભાઈ વાઘેલાએ બદનક્ષીની ફરિયાદમાં દલીલ કરી હતી કે તેઓ ICICI બેંકના શેર-હોલ્ડર હોવા છતાં વાર્ષિક સભાની બેઠકમાં ભ્રષ્ટાચારને લગતા સવાલ કરતા અધિકારીઓ તેમને જવાબ આપ્યા ન હતાં. બેંક તરફથી વર્ષ 2013માં વડોદરા સિવિલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી કે બાબુભાઈને વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપવામાં આવે. આ કેસ ICICIના પૂર્વ ચેરમેન ચંદા કોચર દ્વારા કરવામાં આવ્યો હતો જોકે 2017માં પરત ખેંચી લેવામાં આવ્યો હતો.

વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાંથી બાકાત રાખવા મુદ્દે અરજદાર તરફથી નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં બેંક તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો, જેથી નિવૃત્ત અરજદારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા બદનક્ષીનો દાવો અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details