ICICI બેંકે અમદાવાદમાં મોબાઇલ એટીએમ શરૂ કર્યાં - Gujarat
આઇસીઆઇસીઆઈ બેંકે બુધવારે જાહેરાત કરી હતી કે કોરોના વાયરસ રોગચાળાને પગલે ઘરમાં રહેતાં શહેરના રહેવાસીઓના ઘરઆંગણે મુખ્ય બેંકિંગ સેવાઓ પૂરી પાડવા બેંકે મોબાઇલ એટીએમ કાર્યરત કર્યું છે.
![ICICI બેંકે અમદાવાદમાં મોબાઇલ એટીએમ શરૂ કર્યાં ICICI બેંકે અમદાવાદમાં મોબાઇલ એટીએમ શરૂ કર્યાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7002228-thumbnail-3x2-icici-7204960.jpg)
ICICI બેંકે અમદાવાદમાં મોબાઇલ એટીએમ શરૂ કર્યાં
અમદાવાદ- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ઝોનનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડના સીઇ નીતિન સાંગવાને એટીએમને લીલી ઝંડી આપી હતી. આ વાન શહેરમાં ગુલબાઈ ટેકરા પર ઊભી રહે છે. પછી આ ઓથોરિટીઝ સાથે ચર્ચા કરીને વિવિધ વિસ્તારોમાં ઊભી રહેશે.