અમદાવાદ : ક્રિકેટનો મહાકુંભ એટલે કે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 12 વર્ષ બાદ ફરી એકવાર ભારતમાં રમાવા જઈ રહ્યો છે. ત્યારે આ વખતે પણ ખૂબ જ રોમાંચક વર્લ્ડ કપ થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે. ભારતના કુલ નવ શહેરોમાં વર્લ્ડ કપ રમાવવાનો છે. સૌથી રોમાંચક અને વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કરનારી ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવાની છે. ત્યારે અમદાવાદમાં આવેલી હોટલના ભાડા આસમાને જોવા મળી રહ્યા છે. જ્યારે મોટાભાગની હોટલો ઓનલાઈન પણ ફૂલ જોવા મળી રહી છે.
અમે તમામ હોટલ માલિકો સાથે સંપર્ક કર્યો ત્યારે તે લોકો જણાવ્યું હતું કે કોરોના સમયમાં પણ અમે ખોટ ખાઈને પણ લોકોને રૂમ આપ્યાં હતાં. તો પછી હવે આ ક્રિકેટ વર્લ્ડકપની અમુક મેચ અમદાવાદમાં રમાવાની છે તો શા માટે અમે વધારે ભાવ ન લઈ શકીએ...નરેન્દ્ર સોમાણી(હોટલ એસોસિએશન પ્રમુખ)
નિયમિત ભાડામાં વધારો : હોટલ એસોસિએશન પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે વર્લ્ડ કપનો ક્રેઝ સમગ્ર દુનિયામાં જોવા મળતો હોય છે. અને અમદાવાદ આવેલ નરેદ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો 1.40 લાખ હજારની કેપિસિટી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેમાંથી 20- 30 ટકા પણ જો બહારથી આવશે તો પણ અમદાવાદમાં એટલે હોટલો નથી કે જે તમામ લોકોને રૂમ આપી શકે. જેના કારણે તમામ હોટલોએ પોતાના નિયમિત ભાડામાં 20 ગણો જેટલો વધારો કર્યો છે.
15 ઓક્ટોબરે રમાશે ભારત અને પાકિસ્તાન મેચ: વર્લ્ડ કપનો પ્રારંભ પાંચ ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપની પહેલી મેચ રમવાથી થશે. પરંતુ સમગ્ર વિશ્વની નજર 15 ઓક્ટોબરના રોજ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે તેના પર છે. ત્યારે આ મેચ જોવા મોટી સંખ્યામાં લોકો અમદાવાદ આવી શકે તેમ છે. જેથી અમદાવાદ મોટાભાગની હોટલ ઓનલાઇન ફૂલ જોવા મળી રહી છે. જે હોટલમાં રૂમ છે તેના ભાવ પણ 20 ગણા કરી દેવામાં આવ્યા છે.
ઈટીવી ભારત દ્વારા હોટલમાં જઇને તપાસ : જ્યારે તમામ હોટલો ઓનલાઇન બુકિંગમાં ફૂલ જોવા મળી રહી હતી ત્યારે ઈટીવી ભારતે સ્ટેડિયમની આસપાસ તેમજ એરપોર્ટની આસપાસ આવેલી તમામ હોટલોમાં જઇ રિયાલિટી ચેક કરી હતી. આ તમામ રિયાલિટી ચેકની અંદર એ સમગ્ર માહિતી સામે આવી હતી કે હોટલો દ્વારા 11 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી કોઈપણ વ્યક્તિને ઓફલાઈન કે ઓનલાઇન રૂમ આપવામાં આવી રહ્યાં નથી. હાલમાં ઓનલાઇન બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
બિઝનેસની વાત : સાથે એક ખાનગી હોટલમાંથી એવી પણ માહિતી સામે આવી હતી કે હોટલ ચલાવીએ એ અમારો બિઝનેસ છે. હાલમાં તમામ પ્રકારનું ઓનલાઇન કે ઓફલાઈન બુકિંગ 10 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. મેચના ચાર દિવસ પહેલા જ બુકિંગ શરૂ કરવામાં આવશે અને જે રૂમના 5000 રૂપિયા છે તેના 25 થી 30 હજાર રૂપિયા વસૂલવામાં આવશે.
- ICC World Cup 2023 : આઈસીસી દ્વારા વર્લ્ડ કપ 2023નું ટાઈમ ટેબલ જાહેર, અમદાવાદમાં જ ફાઇનલ કેમ યોજાશે તેનું કારણ આ રહ્યું
- ICC World Cup 2023: આ 5 ખેલાડીઓ વર્લ્ડ કપમા ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે
- ICC World Cup 2023 : વર્લ્ડકપનું કાઉન્ટડાઉન શરૂ, ટ્રોફી 1,20,000 ફૂટની ઊંચાઈએ લોન્ચ કરાઈ