અમદાવાદ:શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્રીનંદનગરમાં 6 મહિના પહેલા મળેલી મહિલાની લાશ મામલે હત્યાના ગુનામાં સામેલ મૃતકના પતિની પોલીસે ધરપકડ કરી છે. સેન્ટ્રલ આઇડીમાં ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા પતિએ દોઢ લાખમાં સોપારી આપીને પત્નીની હત્યાને અંજામ અપાવ્યો હતો. આ મામલે સોપારી લેનાર એક આરોપીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી વોન્ટેડ:વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા શ્રીનંદ નગરમાં 22 જુલાઈ 2022 ના રોજ મકાનમાંથી ગળું કાપેલી હાલતમાં એક મનીષા દુધેલા નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે સમગ્ર મામલે મૃતકની માતા લક્ષ્મીબેન કાર દ્વારા વેજલપુરમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે જે તે સમયે અલગ અલગ ટીમ કામે લાગી હતી. ઝોન 7 એલસીબી ટીમે 6 ઓગસ્ટ 2022 ના રોજ તેલંગાણાથી ખલીલુદ્દીન સૈયદ નામના એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે તેની સાથે આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ સામેલ હતા મહિલાના પતિ રાધા કૃષ્ણ મધુકર દુધેલા કે જે સેન્ટ્રલ IB માં ફરજ બજાવતા હોય તેના ઇશારે હત્યાને અંજામ આપ્યો હોવાની આરોપીએ કબુલાત કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime: સરખેજમાં પૈસાની લેવડદેવડમાં ફાયરિંગ, રિક્ષામાં લગાડી આગ
નોંધાવેલી ફરિયાદ:મૃતકની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની દીકરી મનીષાએ મેટ્રીમોનિયલ સાઈટ થકી હૈદરાબાદ પાસે આવેલ કડપ્પા ગામના રાધાકૃષ્ણ દુધેલા સાથે વર્ષ 2014માં પરિવારની મરજીથી પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ સાથે હૈદરાબાદ ગઈ હતી. જોકે બંને વચ્ચે મનમેળ ન રહેતા એક વર્ષ પછી 2015માં તે પતિને છોડીને માતા જોડે રહેવા આવી ગઈ હતી. જે બાદ તેણે પતિ સામે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો અને દર મહિને 40 હજાર રૂપિયા ખાધા ખોરાકી તેને પતિ દ્વારા આપવામાં આવતી હતી.