ગુજરાત

gujarat

ETV Bharat / state

તિબેટની આઝાદી માટે સાયકલ યાત્રા સાથે સંદેશ મેશ્રામ અમદાવાદ પહોંચ્યા - traveled to india to cultivate a nation

અમદાવાદ: ભારત તિબેટ મૈત્રી સંઘ નાગપુરના મહામંત્રી અને કોરગ્રુપ ફોર તિબેટીયન કોઝ ઇન્ડિયાના વેસ્ટર્ન રિજયનના કન્વીનર સંદેશ મેશ્રામે 1 ડિસેમ્બરથી હિમાચલથી સાયકલ યાત્રા શરૂ કરી છે. 31મી ડિસેમ્બરે આ યાત્રા અમદાવાદ પહોંચી હતી. જેનો ઉદ્દેશ હિમાલય બચાવો, પર્યાવરણ બચાવો અને તિબેટની આઝાદીનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે.

તિબેટની આઝાદી માટે સાયકલ યાત્રા સાથે સંદેશ મેશ્રામ અમદાવાદ પહોંચ્યા
તિબેટની આઝાદી માટે સાયકલ યાત્રા સાથે સંદેશ મેશ્રામ અમદાવાદ પહોંચ્યા

By

Published : Jan 1, 2020, 1:22 PM IST

ચીનના શાસનથી તિબેટને આઝાદ કરાવવા લાંબા સમયથી સંઘર્ષ કરીને પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માગે છે. ફ્રી તિબેટ અને સેવ ઇન્ડિયા લખેલી સાયકલ પર દેશભરમાં હજારો કિમીની યાત્રા કરી રહ્યા છે સંદેશ મેશ્રામ. લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડવા સંદેશ મેશ્રામેં 100 દિવસની યાત્રા શરૂ કરી છે.

તિબેટની આઝાદી માટે સાયકલ યાત્રા સાથે સંદેશ મેશ્રામ અમદાવાદ પહોંચ્યા

સંદેશ મેશ્રામે વાતચીતમાં જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બરથી આઝાદ તિબેટ અને સુરક્ષિત ભારતના સંકલ્પ તેમજ ચીન દ્વારા તિબેટની પ્રજા પર જે અમાનુષી અત્યાચાર, પર્યાવરણને થઇ રહેલું નુકસાન અને કૈલાસ માનસરોવરના મુક્તિ તથા પૂ.દલાઈ લામાને ભારતરત્નથી સન્માનવામાં આવે.

વિગતો મુજબ, હિમાચલ પ્રદેશથી શરૂ થયેલી યાત્રા કર્ણાટક પહોંચશે. 1લી ડિસેમ્બર 2019ના યાત્રા શરૂ થઈ હતી. જે પંજાબ,ચંડીગઢ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન થઈને અમદાવાદ પહોંચી હતી. જે યાત્રા હવે 10 માર્ચ 2020ના રોજ કર્ણાટક પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details