- નિકોલમાં 15 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ
- ટ્યૂશનની શિક્ષિકાના પતિએ દુષ્કર્મ ગુજાર્યો
- પોલીસ દ્વારા આધેડ આરોપીની કરાઈ ધરપકડ
અમદાવાદ: રાજ્યમાં મહિલાની સુરક્ષાના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ત્યારે, અમદાવાદના નિકોલ વિસ્તારમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, ક્લાસિસમાં જતી વિદ્યાર્થીનીને ટ્યૂશન ટીચરના પતિએ પીંખી નાખી હતી. એક વર્ષ પહેલાં આધેડે વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી જગદીશ ઘેલાણી શહેરના નિકોલમા રહે છે. તેની પત્ની જે ટ્યૂશન ક્લાસ ચલાવે છે. ત્યાં જ આરોપીએ 15 વર્ષની 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યો હતો. જેથી એકાદ વર્ષ બાદ બાળકીના પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને આરોપીની ધરપકડ કરાઈ છે.
આ પણ વાંચો:આર્થિક જરૂરિયાત ઉભી થતા ચોરીના રવાડે ચઢેલા કિન્નર સહિત 7 લોકોની ધરપકડ