છૂટાછેડાના બે વર્ષ બાદ પતિને અચાનક જાણ થઈ કે, પૂર્વ પત્ની સાથે રહેતી તેની દિકરીને બે વર્ષ પહેલાં જ નડિયાદના અનાથ આશ્રમમાં મૂકી દેવામાં આવી છે. પિતાએ હાઈકોર્ટમાં પૂર્વ પત્ની અને દિકરીની માતા દ્વારા દિકરીને અનાથ આશ્રમમાં તરછોડવા માટે અપાયેલા સ્વૈચ્છિક પત્ર પણ રજુ કર્યો હતો. દિકરીને પરત મેળવવા માટે પિતાએ હાઈકોર્ટમાં હેરબિયસ કોર્પસ રિટ દાખલ કરી છે.
છૂટાછેડા બાદ માતાએ દિકરીને તરછોડી હોવાની પિતાને 2 વર્ષ બાદ જાણ થતાં હાઈકોર્ટમાં રિટ - AMD
અમદાવાદઃ વર્ષ 2017માં પતિ અને પત્ની વચ્ચે છૂટાછેડા બાદ કરાર પ્રમાણે માતા સાથે રહેતી દિકરીને માતાએ અનાથ આશ્રમમાં તરછોડી દીધી હતી. આ વાતની જાણ થતાં બે વર્ષ બાદ પિતાએ દિકરીને પરત મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે જસ્ટિસ વી. પી. પટેલે નડિયાદના માતૃછાયા અનાથ આશ્રમ અને ખેડા બાળગૃહ પર બાળકો દત્તક લેવાની પ્રક્રિયા મુદ્દે તાત્કાલિક ધોરણે સ્ટે મૂક્યો હોવાની વિગતો સામે આવી છે.
અરજદારના વકીલે વાતચીત કરતા જણાવ્યું કે, દંપતિએ પરિવારની ઈચ્છા વિરૂધ જઈને 2015માં પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, ત્યારબાદ તેમના સંબંધમાં ખટાશ વચ્ચે 2016માં દિકરીનો જન્મ થયો હતો. બંન્ને વચ્ચે થયેલા છૂટાછેડામાં કરાર પ્રમાણે દિકરી માતા સાથે રહેતી હતી. જો કે, છૂટાછેડાના એક મહિના બાદ જ પતિની જાણ બહાર પત્ની એટલે કે દિકરીની માતાએ તેને અનાથ આશ્રમમાં સ્વૈચ્છિક રીતે તરછોડી દીધી હતી.
આ અંગેની જાણ પિતાને બે વર્ષ બાદ થતાં મેટ્રો કોર્ટમાં અનેક કેસ કર્યા હતા. જો કે, કોઈ જ પરિણામ ન આવતા હાઈકોર્ટમાં હેરબિયસ કોર્પસ રિટ દાખલ કરી હતી. મહત્વનું છે કે, પિતા દિકરી સાથેના સંબંધ તપાસવા માટે DNA ટેસ્ટ કરાવવા પણ તૈયાર છે.