- ટ્વીટર પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃદ્ધને અમદાવાદ વહીવટી તંત્રે આપ્યો સહારો
- લોકેશન આપો તો બનતી તમામ મદદ કરવાનો પ્રયત્ન કરીશું
- અમદાવાદ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાની સંવેદનશીલતા
- એક ટ્વીટથી વૃદ્ધજનને મદદ મળી
અમદાવાદ : જિલ્લાના અધિક કલેક્ટર હર્ષદ વોરાને તારીખ 18 મેના રોજ ટ્વીટર પર જાણકારી મળી કે, અમદાવાદ શહેરમાં એક વૃદ્ધ, નિરાધાર, દિવ્યાંગ વ્યક્તિ અત્યંત લાચાર પરિસ્થિતીમાં પીડાઈ રહ્યા છે. તેમની દૈનિક ક્રિયાઓ પણ જાતે ન કરી શકનારા એક વૃદ્ધજન એક જગાએ પડી રહેવાના કારણે ગંદકીની હાલતમાં સબડી રહ્યા હતા. કોઈ સ્થાનિક વ્યક્તિએ આ વૃદ્ધજનને મદદ કરવા માટે ટ્વીટ કર્યું હતું. ગણતરીની ક્ષણોમાં હર્ષદ વોરાએ ટ્વીટ કરીને એ વૃદ્ધજનનું લોકેશન માંગ્યું હતું. જે બાદ તરત જ લોકેશન મળી ગયું હતું. સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા એ વૃદ્ધજનનું નામ ઠામ પણ મળ્યું હતું.
આ પણ વાંચો -3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું
ટીમ સ્થળ પર પહોંચી ત્યારે
ભરતભાઈ સાંકળચંદ રાવળ, ઉંમર વર્ષ 72 અને સરનામું મળતા જ વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી સત્વરે ટીમ રવાના કરી હતી. ટીમ તરત જ સ્થળ પર પહોંચી તો એક પગ કપાયેલા એવા દિવ્યાંગ ભરતભાઈ અત્યંત જીર્ણ શીર્ણ હાલતમાં પડી રહ્યા હતા. ન કોઈ સાથ ન કોઈ સંગાથ હતો. કૂદરતી ક્રિયાઓ ત્યાં જ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતીમાં ભરતભાઈ કણસતા હતા.