ગુજરાત

gujarat

ETV Bharat / state

Electric Vehicles: અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યા, 2 વર્ષમાં અંદાજિત 20 હજાર જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ થયા રજીસ્ટર - 20 હજાર જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ થયા રજીસ્ટર

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે ઇલેક્ટ્રીક વ્હીકલ માંગ જોવા મળી રહી છે. જેના સંદર્ભમાં છેલ્લા 2 વર્ષમાં અંદાજિત અમદાવાદ શહેરમાં અંદાજિત 20 હજાર જેટલા ઇલેક્ટ્રિક વિહિકલ RTO કચેરી ખાતે રજિસ્ટ્રેશન થાય છે. ઇલેક્ટ્રિક વિહિકલમાં સરકાર દ્વારા પણ સબસીડી આપવામાં આવતી હોવાથી ગ્રાહકને પણ ફાયદો થઈ રહ્યો છે.

huge-increase-in-ahmedabad-electric-vehicle-registrations-ahmedabadites-turned-to-buying-electric-vehicles-20-thousand-electric-vehicles-were-registered-in-2-years
huge-increase-in-ahmedabad-electric-vehicle-registrations-ahmedabadites-turned-to-buying-electric-vehicles-20-thousand-electric-vehicles-were-registered-in-2-years

By

Published : Jun 1, 2023, 8:37 PM IST

અમદાવાદીઓ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી તરફ વળ્યાં

અમદાવાદ:દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ દિવસને દિવસે આસમાન પર પહોંચી રહ્યા છે. શહેરમાં મોટી સંખ્યા વાહન હોવાના કારણે હવા પ્રદુષણ મોટા પ્રમાણમાં જોવા મળતું હોય છે. જેને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલકને પણ ફાયદો થાય છે. સાથે શહેરના પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. જેના સંદર્ભ અમદાવાદ શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ દિવસેને દિવસે વધી રહી છે.

ઇલેક્ટ્રિક વ્હીકલમાં ભારે ઉછાળો:પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા પર વધુ ભાર આપી રહ્યા છે. જેના સંદર્ભમાં છેલ્લા બે વર્ષની RTO રજિસ્ટ્રેશન થયેલ ઇલેક્ટ્રિક વ્હીકલ વાત કરવામાં આવે તો 2021માં 1400 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ રજિસ્ટ્રેશન થયા હતા. 2022માં અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી મળીને 11346 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ RTO ખાતે રજિસ્ટ્રેશન થયા છે. જયારે 2023ના 30 મે સુધીમાં જ 8 હજાર કરતા વધુ ઇલેક્ટ્રીક વ્હીકલ રજિસ્ટ્રેશન થયા છે.

સરકાર દ્વારા પ્રોત્સાહન:અમદાવાદ RTO કચેરીના BAS ઋતુરાજ દેસાઈએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં અને રાજ્યમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વિહિકલનું ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકો વધુ ઇલેક્ટ્રિક વિહિકલ જાગૃત કરવામાં માટે કિલો ઇલેક્ટ્રિકવોટ દીઠ 10 હજાર રૂપિયાની સબસીડી પણ આપવામાં આવી રહી છે. જેમાં ટુ વિહિલરમાં 20 હજાર રૂપિયા, થ્રિ વિહિલરમાં 50 હજાર રૂપિયા અને ફોર વિહિલરના 1 લાખ 50 હજાર રૂપિયા સબસીડી આપવામાં આવી રહી છે.

'છેલ્લા 2 વર્ષમાં ઇલેક્ટ્રિક વિહિકલનું ગ્રોથ ખૂબ મોટો જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં ઇલેક્ટ્રિક વિહિકલ માંગ વધતી જશે.જોકે હાલમાં જેટલા પ્રમાણ પેટ્રોલ અને ડીઝલના વાહનનું વેચાણ થઈ રહ્યું છે. તેટલી સંખ્યામાં ઇલેક્ટ્રિક વિહિકલનું વેચાણ થઈ રહ્યું છે.' -બિંદી શાહ, ફાઉન્ડર, ઇલેક્ટ્રીક વિહિકલ BU4

સારી એવરેજ:ઇલેક્ટ્રિક વ્હીકલ પેટ્રોલ ડીઝલ કરતા સારી એવરેજ પણ આપે છે. જેમાં ઇલેક્ટ્રિક કાર 250 થી 300 કિમી એવરેજ સાથે 8 વર્ષની બેટરી વોરંટી આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર 110 કિમી એવરેજ સાથે 3 વર્ષ બેટરી વોરંટી આપવામાં આવે છે. આ બેટરી ફૂલ ચાર્જ કરતા ગાડીમાં 8 કલાક અને ટુ- વ્હીલરમાં 3 કલાક જટલો સમય જાય છે. જયારે તેમાં વીજ વપરાજ અંદાજિત 20 યુનિટ જેટલો થાય છે. પ્રતિ 1 કિલોમીટરે 50 પૈસા જેટલો ખર્ચ થાય છે.

ઇલેક્ટ્રિક વ્હીકલના ફાયદા:પેટ્રોલ ડીઝલ કારની સરખામણીએ અંદાજિત 3 વર્ષમાં પૈસાની સરભર થઈ જાય છે. ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં સરળતા રહે છે.આ ઇલેક્ટ્રિક કારમાં પેટ્રોલ ડીઝલ કાર કરતા મેન્ટેન્સ ખૂબ જ ઓછો આવે છે. ચાર્જિંગ સ્ટેશને 4 થી 4.5 રૂપિયા પ્રતિ યુનિટ થાય છે. જયારે ઘરે ચાર્જ કરતા 3 થી 8 રૂપિયા પ્રતિ યુનિટ થાય છે. સરકાર દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ઇલેક્ટ્રીક કાર ખરીદવા માટે સબસીડી પણ આપવામાં આવે છે.

અમદાવાદમાં 30 ચાર્જિંગ સ્ટેશન:અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાર્જિંગ જોવા મળી રહ્યા છે. જેમાં બોડકદેવ. જજીસ બંગલો,એસ.જી હાઇવે પર આવેલ ગ્રાન્ડ ભગવતી હોલની સામે, રાજપથ કલબ પાસે, વ્યાસવાડી, કે.કે નગર, દેવકુટિર બંગલો આંબલી ગામ, ડ્રાઈવિંગ રોડ,વસ્ત્રાપુર, બાકરોલ, એલિઝબ્રિજ, મકરબા, ઉસ્માનપુરા, નારોલ, કાંકરિયા, સાબરમતી, સોલા, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં અંદાજિત 30 જેટલા ચાર્જિંગ સ્ટેશન હાલમાં ઉપલબ્ધ છે.

  1. Electric Vehicles: ગુજરાતની સડકો પર દોડી રહ્યા છે 1.50 લાખ ઇલેક્ટ્રિક વાહનો, અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં ડબલ સબીસીડી
  2. Electric Vehicles: કચ્છમાં 2925 જેટલા ઇલેક્ટ્રિક વાહનો, જાણો શું કહેવું છે ડીલર અને ગ્રાહકોનું

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details