અમદાવાદઃ ગુજરાતી અર્બન ફિલ્મોને અત્યારે પ્રેક્ષકો હોંશે હોંશે જોઈ, માણી અને વખાણી રહ્યા છે. આવી જ વધુ એક ગુજરાતી અર્બન ફિલ્મ 'પટકથા' આખા રાજ્યમાં 8મી ડિસેમ્બરે રીલિઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરે ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ સસ્પેન્સ અને કોમેડીથી ભરપૂર છે.
'પટકથા' ફિલ્મ ટિટ બિટ્સઃ 'પટકથા' ફિલ્મ અમી પટેલ અને સીનેમોઝ પ્રોડકશન બેનર હેઠળ તૈયાર થઈ છે. આ ફિલ્મને દિર્ગદર્શક અને અભિનેતા અખિલ કોટકે બનાવી છે. આ ફિલ્મના નિર્માતા મનીષ પટેલ અને મયંક આંબલિયા છે. જ્યારે સહ નિર્માતા તરીકે દીપ સિંહ પરમાર જોડાયા છે. સસ્પેન્સ અને કોમેડીના કોકટેલથી બનેલ આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોદ્યોગના નામી કલાકારો એ અભિનયના ઓજસ પાથર્યા છે. જેમાં કશીશ રાઠોર, અખિલ કોટક, અરવિંદ વેગડા, ભાવિની જાની, નિશિથ બ્રહ્મભટ, શૌનક વ્યાસ અને મનન દવે જેવા કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું ગીત "આવ મારી જીંદગી......" પ્રખ્યાત ગાયક મયૂર ચૌહાણ દ્વારા ગવાયું છે. જે ઘણું પોપ્યુલર થઈ રહ્યું છે. આ ફિલ્મમાં કોમેડી અને સસ્પેન્સના તાણાવાણામાં મહિલા સશક્તિકરણના પાસાને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે.