ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો, ઉત્તરાયણમાં સર્જાતી દુર્ઘટના માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેટલી સજ્જ... - Civil Hospital

અમદાવાદ: ઉત્તરાયણ પતંગનો તહેવાર છે, પણ સાથે જ આ તહેવારના દિવસે કાળજી નહીં રાખવાને કારણે કેટલીક દુર્ઘટનાઓ પણ બનતી હોય છે. દુર્ઘટના સમયે તાત્કાલિક સારવાર આપવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ છે અને તમામ વોર્ડ તથા ડોક્ટર્સ પણ લોકોની સારવાર માટે ખડેપગે હાજર રહેશે.

AHD Civil
અમદાવાદ સિવિલ

By

Published : Jan 13, 2020, 7:45 PM IST

ઉત્તરાયણના તહેવારમાં દોરી વાગવી, અગાશી પરથી પડી જવું કે અન્ય દુર્ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી દુર્ઘટનાઓને પહોંચી વળવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ પુરી રીતે તૈયાર છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ, સર્જરી, ન્યુરોલોજી સહિતના તમામ વોર્ડમાં દર્દીની સારવાર માટે અગાઉથી જ તૈયારીઓ કરવામાં આવી છે.

ઉત્તરાયણમાં સર્જાતી દુર્ઘટના માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તૈયાર છે

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાઠોડના જણાવ્યા મુજબ તમામ સિનિયર ડોકટર 14 અને 15 જાન્યુઆરીએ ખડેપગે હાજર રહેશે. તમામ વોર્ડમાં જરૂરી સાધનો પણ પુરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડોક્ટર્સની રજા રદ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details