ગુજરાત

gujarat

ETV Bharat / state

વધતા જતા સાયબર ક્રાઈમને લઈને શું તકેદારી રાખવી જોઈએ જાણો.. - special story Ahmedabad

ટેકનોલોજીના યુગમાં આજે બધું ડિજિટલ થઈ ગયું છે, ત્યારે ગુનેગારો પણ ડિજિટલ થયા છે અને ડિજિટલ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે વધતા જતા સાયબર ક્રાઈમથી બચવા શું તકેદારી રાખવી જોઈએ જાણો..

ahmedabad
અમદાવાદ : વધતા જતા સાયબર ક્રાઈમને લઈને શું તકેદારી રાખવી જોઈએ જાણો..

By

Published : Sep 28, 2020, 8:29 AM IST

Updated : Sep 28, 2020, 10:54 AM IST

અમદાવાદ : સાયબર ક્રાઈમનો ભોગ બનનારની સંખ્યા ખૂબ જ વધી રહી છે. ત્યારે ક્યાં ક્યાં કારણથી સાયબર ક્રાઈમ થઈ શકે છે અને સાયબર ક્રાઈમ ન થાય તે માટે શું તકેદારી રાખવી જોઈએ તે અંગે ETV ભારતે સાયબર એક્સપર્ટ ફાલ્ગુન રાઠોડ સાથે વાતચીત કરી હતી ત્યારે શું કહ્યું સાયબર એક્સપર્ટે જાણો...

વધતા જતા સાયબર ક્રાઈમને લઈને શું તકેદારી રાખવી જોઈએ જાણો..
સવાલ: વધતા જતા સાયબર ક્રાઈમ પર નિયંત્રણ કેવી રીતે લાવી શકાય ?જવાબ: આજ કાલ મોબાઈલ કે લેપટોપ વાપરવાથી જ સાયબર ક્રાઈમ થાય તે જરૂરી નથી.ઇન્ટરનેટનો ઉપયોગ કરતા તમામ લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની શકે છે, તે બાબતનું ધ્યાન રાખવું. નેટ વાપરતા હોઇએ ત્યારે એન્ટી વાયરસનો ઉપયોગ કરવો જોઈએ. સમયાંતરે પાસવર્ડ અપડેટ કરતા રહેવું જોઈએ. કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેની પૂરેપૂરી માહિતી મેળવવી જોઈએ. બેન્ક અને અન્ય જગ્યાએથી ફોન આવે ત્યારે કોઈ જ માહિતી આપવી નહીં.

સવાલ: લોભામણી લાલચથી બચવા શુ કરવું જોઈએ?

જવાબ: આજના સમયમાં કોઈ જ વસ્તુ મફત મળતી નથી. માટે કોઈ વસ્તુ ફ્રીમાં મળશે તેવો મેસેજ કે, ફોન આવે તો તેની તરફ ધ્યાન આપવું જોઈએ નહીં. બેન્ક કે, અન્ય કોઈ વૉલેટમાંથી ફોન આવે ત્યારે પાસવર્ડ અને OTP ક્યારેય ન આપવો જોઈએ. હોટલ ,થિએટર કે અન્ય જગ્યાએ જ્યારે વિગત માંગે ત્યારે જરૂર હોય તેટલી જ વિગત આપવી. કોઈ પણ લિંક પર જલ્દી ક્લિક કરી વિશ્વાસ ન કરવો જોઈએ.

સવાલ: સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકતા પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ?

જવાબ: સોશિયલ મીડિયમાં આજે બધા પળેપળની માહિતી અપડેટ કરે છે. તે ખરેખર ના કરવી જોઈએ, તેનાથી કોઈ પણ વ્યક્તિ દૈનિક ક્રિયાઓ અને અંગત માહિતી મેળવી શકે છે. ફોટો કે, વીડીયો અપલોડ કરતા પ્રાઈવસી રાખવી કે, નજીકના મિત્રો સિવાય કોઈ જોઈ ના શકે. કેટલીક વખત સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા ફોટો વીડિયો કોપી કરી તેમાં એડિટિંગ કરી દુરુપયોગ થઈ શકે છે. કોઈ બ્લેકમેલ કરે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ.

આમ, બેન્કના નામે છેતરપિંડી, લોભામણી જાહેરાતોના મેસેજ ,સોશિયલ મીડિયા પર થતું ઠગ કે, અન્ય હેરાનગતિ ના થાય તે માત્ર ખાસ તકેદારી રાખવી જોઈએ. જાગૃતિ સાથે તમામ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ જેથી નુકસાન ના થાય. ત્યારે ડિજિટલ માધ્યમના ફાયદા છે તો તેના ગેરફાયદા પણ છે. જેથી કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરતા પહેલા તે અંગે પુરી જાણકારી મેળવવી લેવી જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય.

Last Updated : Sep 28, 2020, 10:54 AM IST

ABOUT THE AUTHOR

...view details