અમદાવાદઃ કોરોના વાઇરસના સંક્રમણના કારણે આર્થિક મુશ્કેલી તો પડી રહી છે સાથે સાથે દેશમાં અન્ય પણ મુશ્કેલીઓ આવી રહી છે. તેમાં પણ તહેવારોને અસર થઈ છે.
અમદાવાદ: ગાંધી આશ્રમમાં કોરોનાને લઈને કેવી રીતે ઉજવાશે ગાંધી જયંતિ, જાણો.. - Gandhi Jayanti
ગાંધીજીની કર્મ ભૂમિ એટલે સાબરમતી આશ્રમ. આ આશ્રમમાં દર વર્ષે ગાંધીજયંતિની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે સાદગી પૂર્ણ રીતે પ્રાર્થના યોજીને જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.
કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારથી જ દેશમાં તમામ તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધી જયંતિ પણ રાષ્ટ્રનો જ એક પર્વ છે. તે પણ કોરોના વાઇરસના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત સાદગી પૂર્ણ રીતે ઉજવવામાં આવશે. ગાંધી જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં માત્ર પ્રાર્થના સભા જ કરવામાં આવશે.
કોરોના વાઇરસની શરૂઆતથી એટલે કે, 6 માસથી વધુ સમયથી ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે. આમ તો ગાંધી આશ્રમમાં રોજ અનેક લોકો મુલાકાત લેતા હોય છે. જેમાં ગુજરાત અને દેશ બહારના મુલાકાતીઓ વધુ હોય છે. ગાંધી આશ્રમની મુલાકાત અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને અનેક નેતાઓ લઈ ચુક્યા છે.
આમ, કોરોના વાઇરસની અસરના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત ગાંધી આશ્રમમાં કોઈની પણ હાજરી વિના માત્ર પ્રાર્થના કરી સાદગી પૂર્ણ રીતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવશે.