અમદાવાદ: કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં આવેલા ગાયનેક હોસ્પિટલ અને ક્લિનિક પણ સગર્ભા સ્ત્રીઓની પૂરતી કાળજી રાખી રહ્યાં છે. જેથી તેઓ કોઈપણ પ્રકારના સંક્રમણ ભોગ બને નહીં. અમદાવાદની જાણીતી હોસ્પિટલ મેફ્લાવરના ડિરેક્ટર સંજય પટેલ હોસ્પિટલની કોરોના કાળ દરમિયાનની કામગીરી વિશે જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, જે સગર્ભા મહિલાઓ હાલ ડરી ગઈ છે અને તે લોકોને હાલ સમજ નથી પડી રહી કે, કોની પાસે ડિલીવરી કરાવી ક્યાં જવું. આ બધા જ પ્રશ્નોના નિરાકરણ માટે હોસ્પિટલ તરફથી અલગથી ટીમ બનાવવામાં આવી છે. જે મહિલાઓના જે પણ પ્રશ્ન હોય તેનું સમાધાન કરે છે જેનાથી તેમનો સ્ટ્રેસ ઓછો થાય.