ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV BHARATનું રિયાલીટી ચેક, અમદાવાદમાં કોરોનાના નિર્દેશોનું કેટલું પાલન..? - મીડિયો રિપોર્ટ

વિજ્ઞાન ક્ષેત્રે આપણે ભરેલી હરણફાળનું જ એ પરિણામ છે કે આજે આપણે કોરોનાની રસીના સારા એવા પરિણામો મેળવી રહ્યા છીએ, પરંતુ રાજ્યમાં ફરીવાર જાણે કોરોનાએ માથું ઉચક્યું હોય તેવો આભાસ પણ થઈ રહ્યો છે અને એ જ કારણ કે ગુજરાત હાઈકોર્ટે વણસતી સ્થિતી ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

ETV ભારતે કર્યું રિયાલિટી ચેક
ETV ભારતે કર્યું રિયાલિટી ચેક

By

Published : Mar 1, 2021, 1:10 PM IST

  • ETV ભારતે કર્યું રિયાલિટી ચેક
  • કોરોના નિર્દેશિકાઓના નિયમોના પાલનનો અભાવ
  • સ્થિતી આપણા શહેર માટે ગંભીર પરિસ્થિતિ ઉભી કરી શકે છે
  • વધતા કેસ ઉપર હાઇકોર્ટે પણ વ્યક્ત કરી હતી ચિંતા

અમદાવાદ: હાલ કોરોના સામે અમદાવાદ શહેરના લોકો કેટલા સજાગ ? કેટલા નિયમોનું પાલન કરી રહ્યા છે તે જાણવા ETVએ શહેરના AMTS બસ સ્ટેન્ડે અને લાલ દરવાજાએ જઈને તાપસ કરી. અહીં ETVના કેમેરામાં કેટલીક એવી તસવીરો કેદ થઈ જે કદાચ આપણા પાછલા એક વર્ષની કોરોનાની લડત ઉપર પાણી ફેરવી શકે છે.

લાલ દરવાજાની પરિસ્થિતિ

લાલ દરવાજા કે જ્યાં રોજ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટે છે, ત્યાં કેટલાક પાથરણાવાળાઓ માસ્ક વગર દેખાઈ રહ્યા છે તો અહીં ખરીદી માટે આવતા ગ્રાહકો પણ જાણે કોરોના રહ્યો જ ન હોય તેમ માસ્ક વિના ફરી રહ્યા છે.

AMTSની શું પરિસ્થિતિ...?

AMTSના બસ સ્ટેન્ડ ઉપર પણ આવી જ સ્થિતી છે જ્યાં પ્રવાસીઓની સાથો-સાથ AMTSના સ્ટાફ અને બસ ડ્રાઈવર્સ પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સીંગના તમામ નિયમો નેવે મુકતા નજરે પડી રહ્યા છે.

ETV ભારતે કર્યું રિયાલિટી ચેક

કોરોના સામે આપણી લડત ઉપર ફરી શકે છે પાણી

શહેરમાં આ સ્થિતી માત્ર લાલ દરવાજા કે AMTSની જ નહીં પણ જાહેર રસ્તાના નાકે બેસતી ટોળકી સુધી આ જ પ્રકારની સ્થિતી જોવા મળી રહી છે અને જો આજ પરિસ્થિતિ રહી તો લોકડાઉનથી લઈ દરેક તબક્કા સુધી કે જ્યાં સમગ્ર દેશવાસીઓએ બહાદુરી પૂર્વક કોરોનાને માત આપી છે તેના ઉપર પાણી ફરી શકે છે.

હાલ રાજ્યમાં કોરોનાની શું પરિસ્થિતિ..?

વાત કરીએ છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કેસની, તો 21 ફેબ્રુઆરીએ રાજ્યમાં કુલ 1960 એક્ટિવ કેસ અને 29 દર્દીઓ વેન્ટિલેટર ઉપર હતા. જે વધીને 26 ફેબ્રુઆરી સુધીમાં 2139 એક્ટિવ કેસ જયારે 38 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. કોરોનાના આ જ વધતા કેસની ચિંતા હાઈકોર્ટે કરી છે અને સરકારને પગલાં લેવા ટકોર કરી છે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એશોસિયેશનના સેક્રેટરીની લોકોને અપીલ

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એશોસિયેશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે લોકોને અપીલ કરી હતી કે કોરોનાની મહામારીમાં હજી પણ સંયમ જાળવવાની જરૂર છે તેમજ સૌ કોઈ માસ્ક અને બે મિટરના અંતરનો વિશેષ ખ્યાલ રાખે તે માટેની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details