ગુજરાત

gujarat

ETV Bharat / state

PM Awas Yojana: ગુજરાતમાં ત્રણ વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલા પાકા ઘર બાંધવામાં આવ્યા ? રાજ્યસભામાં આપ્યો જવાબ - Pradhan Mantri Awas Yojana in Gujarat Rajysabha

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેટલા પાકા ઘર બાંધવામાં આવ્યા છે. તે પ્રશ્ન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પુછ્યો હતો અને તેનો જ જવાબ કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્ય રાજ્યકક્ષાના પ્રધાને માહિતી આપી હતી.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 25, 2023, 7:39 AM IST

દિલ્હી:પ્રધાનમંત્રી આવાસ યોજના ‘હાઉસિંગ ફોર ઓલ મિશન’ અંતર્ગત ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ 4,93,136 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે. આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા લાભાર્થીઓને પાકા ઘરો પૂરા પાડવા માટે આ યોજના જૂન 25, 2015થી અમલમાં આવી ત્યારથી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે.

2,398.44 કરોડની કેન્દ્રિય સહાય:કેન્દ્રિય આવાસ અને શહેરી કાર્ય રાજ્યકક્ષાના પ્રધાન કૌશલ કિશોરે આ માહિતી 24 જુલાઈના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં રજૂ કરી હતી. રાજ્યસભામાં આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં પાકા ઘરો બાંધવા માટે રૂપિયા 2,398.44 કરોડની કેન્દ્રિય સહાયનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્તરે દેશના 28 રાજ્યો અને 08 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 47,332ની કેન્દ્રિય સહાયના ઉપયોગ સાથે નાણાંકીય વર્ષ 2020-21થી કુલ 39,63,232 પાકા ઘરો બાંધવામાં આવ્યા છે.

ક્યાં લાભાર્થીઓને આવરી લેવાયા:આ યોજનાના કેન્દ્ર પ્રાયોજિત ઘટક (CSS)માં વાર્ષિક 3 લાખ સુધીની આવકમર્યાદા ધરાવતા આર્થિક રીતે પછાત (EWS)ના લાભાર્થીઓ, જ્યારે કેન્દ્ર ક્ષેત્ર ઘટક (CS)માં વાર્ષિક 18 લાખની આવક ધરાવતા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. નથવાણી પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી (PMAY-U) યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં બાંધવામાં આવેલા પાકા ઘરોની સંખ્યા તથા રાજ્ય સરકારોએ આ યોજના હેઠળ આપવામાં આવેલી કેટલી કેન્દ્રિય સહાયનો ઉપયોગ કર્યો છે તે અંગે જાણવા માંગતા હતા.

75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂર્ણ:રાજ્યસભામાં આપેલ નિવેદન અનુસાર PMAY-U હેઠળ આશરે 2 લાખ કરોડની કેન્દ્રિય સહાય સાથે 118.90 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 112.22 લાખ ઘરોનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. જેમાંથી 10 જુલાઈ 2023ની સ્થિતિએ 75.31 લાખ ઘરોનું નિર્માણ કાર્ય પૂરુ થઈ ગયું છે અથવા તો સોંપી દેવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત આજની તારીખ સુધીમાં કુલ 1.47 લાખ કરોડની કેન્દ્રિય સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે.

  1. Rajkot cheating case: આવાસના નામે આવકનો કીમિયો, સરકારી યોજનામાં ઘર અપાવી દેતો ફોલ્ડરીઓ પકડાયો
  2. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં થયેલા કૌભાંડમાં અધિકારી સામે AMCએ કરી લાલ આંખ

ABOUT THE AUTHOR

...view details