ભવાન ભરવાડને ત્યાંથી ઝડપાયેલ જુગારધામ અંગે ગૃહપ્રધાને આપી પ્રતિક્રિયા - ahd
અમદાવાદ: ૨૮ જુને સાંજે સોલા પોલીસ ભાજપના પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની માલિકીના ફાર્મમાં આવેલી હોટલમાં રેડ કરી હતી અને ૧૮ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જે બાદ હોટલના સંચાલક તરીકે ભવાન ભરવાડના પુત્ર દિનેશ ભરવાડનું નામ સામે આવ્યું હતું. જે અંગે પોલીસે દિનેશની ધરપકડ કરી હતી.
ભવાન ભરવાડને ત્યાંથી ઝડપાયેલ જુગારધામ અંગે ગૃહપ્રધાને આપી પ્રતિક્રિયા
ભવાન ભરવાડના હોટલમાંથી પકડાયેલ જુગારધામ અને તેમના દીકરા દિનેશ ભરવાડની ધરપકડ અંગે રાજ્યના ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે આ અંગે તેમને સમાચાર મળ્યા છે અને તેની વિગતો પણ મંગાવી છે હવે તેનો અભ્યાસ કરી નક્કી કરવામાં આવશે કે કયો ગુનો છે તે આધારે કાર્યવાહી કરવામાં આવશે..માત્ર કાર્યવાહી કરવામાં આવશે તેવો ટૂંકો જવાબ ગૃહપ્રધાન દ્વારા આપવામાં આવ્યો હતો.