આગામી સમયમાં અમદાવાદમાં 500 ઈલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકવામાં આવશે. મુખ્યપ્રધાને ઈલેક્ટ્રીક વાહનોના વ્યાપક ઉપયોગ સાથે ગુજરાતને ગ્રીન ક્લીન, પર્યાવરણ પ્રીય અને પ્રદૂષણ મુક્ત રાજ્ય બનાવવાનો નિર્ધાર કર્યો હતો. મુખ્યપ્રધાને વધુમાં કહ્યું હતુ કે, આવી બસો વડાપ્રધાન મોદીના 'મેક ઈન ઈન્ડિયા' પ્રોજેક્ટ અંતર્ગત પરિવહનમાં મૂકવાનું ગૌરવ ગુજરાતે મેળવ્યું છે. આ સાથે જ મુખ્યપ્રધાને વૃક્ષારોપણ, ગુજરાતે જળ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામ્થી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે, નદી-નાળા અને તળાવોની સફાઈ, વરસાદી પાણીના સંગ્રહ માટે આ અભિયાનથી ગુજરાત દેશનું માર્ગદર્શક બન્યું છે.
અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહે 8 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું - gujarati news
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને વેગ આપવા આહ્વાન કર્યું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ અભિયાનમાં ગુજરાત લીડ લેશે. જે અંતર્ગત કેંન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં 10 લાખ વૃક્ષારોપણ અભિયાનનું સમાપન અને 8 નવી ઈલેકટ્રિક બસનું લોકાર્પણ કર્યું હતું.
![અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહે 8 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4276839-thumbnail-3x2-ahd.jpg)
amit shah
અમદાવાદમાં ગૃહપ્રધાન અમિત શાહે 8 ઈલેક્ટ્રિક બસનું લોકાર્પણ કર્યું
ગૃહપ્રધાન અમિત શાહે દેશની જનતાને કહ્યું કે, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ. આ અભિયાનની શરૂઆત ગુજરાતની બહેનોએ કરવી જોઈએ. જેથી દેશભરમાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની પ્રેરણા મળે.
Last Updated : Aug 29, 2019, 2:25 PM IST