અમદાવાની વાત કરવામાં આવે તો સાંજ થતાની સાથે લોકો ઉત્સાહ સાથે માર્કેટમાં હોળીની ખરીદી માટે નીકળે છે.પરંતુ ચાલુ વર્ષે પહેલા જેવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યોનથી. સાથે માર્કેટમાં અવનવા પ્રકારના ફુગ્ગા, પિચકારીઓ, રંગો અને અનેક વસ્તુઓ આવી છે. તેમ છતાં અહીં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો.
હોળીના તહેવારમાં પિચકારી અને રંગોથી રંગીન થઇ બજારો...
અમદાવાદ: હિંદુ સંસ્કૃતિના પવિત્ર તહેવારોમાંનો એક તહેવાર એટલે હોળીનો તહેવાર. દેશ-વિદેશમાં દરેક જગ્યાએ અનેરા આનંદ અને ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ રંગો સાથે હોળી રમવાની મજા કંઈક અનેરી જ હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીની ખરીદી માટે માર્કેટમાં લોકોની ભીડ જોવા મળી, પણ અમદાવાદમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.
સ્પોટ ફોટો
મોંઘવારીનો માર અને ચૂંટણીની ટંકશાળ વચ્ચે હોળીનો માહોલ ફિક્કો જોવા મળ્યો છે. જેથી દુકાનદારોને આશા છે કે, બે દિવસમાં લોકો ખરીદી કરશે અને આ પવિત્ર તહેવારને વધુ ઉત્સાહ અને રંગો સાથે રંગીન બનાવશે.