Holi Celebration 2023: સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિર ખાતે ઠાકોરજીના સાનિધ્યમાં ભક્તોની ઉત્સાહભેર હોળીની ઉજવણી અમદાવાદ:અમદાવાદના દરેક મંદિરમાં હોળીની શ્રદ્ધાભાવ સાથે ઉજાણી કરવામાં આવી છે. ખાસ કરીને દરેક કૃષ્ણમંદિરમાં એક ખાસ રંગોત્સવ ઉજવાયો હતો. લોકોમાં ભગવાનની સાથે ધૂળેટી રમવાનો એક અને જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે. સોલા ભાગવત મુખ્ય મહારાજ નિખીલ પંડ્યા એ જણાવ્યું હતું કે, ધુળેટી અને દોલત્સવ વિશે જોવા જઈએ તો પુષ્ટિ માર્ગની અંદર એક ઉત્સાહ ભેર આની ઉજવણી કરવામાં આવે છે. આપણે ત્યાં સવારે 11 થી 1 ની અંદર વિવિધ અલગ અલગ ખેલ દ્વારા ઠાકોરજીને ખેલાવવામાં છે. એમાં પ્રથમ ,દ્વિતીય તૃતીય અને ચતુર્થ ખેલ છે.
Holi Celebration 2023: સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિર ખાતે ઠાકોરજીના સાનિધ્યમાં ભક્તોની ઉત્સાહભેર હોળીની ઉજવણી આ પણ વાંચો: Fire Walk in Holi 2023 : કોડીનારના દેદાની દેવડી ગામમાં અંગારા હોળીનું મહાત્મ્ય
ઠાકોરજીને રંગ: જેમ ધીમે ધીમે ખેલ નો પ્રકાર આવે એ રીતે રંગો દ્વારા ઠાકોરજીને રંગવામાં આવે છે અને વૈષ્ણવો પણ ઉત્સાહભેર રંગથી ઠાકોરજીને ખેલવામાં કે રાહ જોઈ રહ્યા હોય છે. અમે તથા ભાવિકો પણ ઠાકોરજીને હોળી રમીએ છીએ. આ રીતે સોલા ભાગવત વિદ્યાપીઠમાં અહીં ઉજવણી કરવામાં આવે છે. પ્રભુ ઠાકોરજી સાથે હોળી રમવાનું મહત્વ અનોખું છે. સૌપ્રથમ જોઈએ તો ઠાકોરજી સાથે રમવાનું મહત્વ એવું છે કે આપણે પુષ્ટિ માર્ગની અંદર 40 દિવસ અગાઉ હોળીના તહેવારો ચાલું થઈ જાય છે . વ્રજભક્તો ઠાકોરજીને એક આનંદથી ઉત્સાહથી એક અંદર પ્રકારે આનંદ હોય છે. કે કઈ રીતે અમે ઠાકોરજીને ખેલાવીએ એવા ભાવથી પ્રભુને ચાર ખેલના વિવિધ દર્શન દ્વારા ખેલાવવામાં આવે છે. ઠાકોરજીને આજના દિવસે અબીલ ,ગુલાલ અને અન્ય પંચજન્ય દ્રવ્યો દ્વારા ઠાકોરજીને ખેલવવામાં આવે છે.
Holi Celebration 2023: સોલા ભાગવત વિદ્યાપીઠ મંદિર ખાતે ઠાકોરજીના સાનિધ્યમાં ભક્તોની ઉત્સાહભેર હોળીની ઉજવણી આ પણ વાંચો: Holi 2023 : કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? પાનખરમાં વનની શોભા વધારનાર કેસૂડાંના ફૂલ વસંત અને રંગોત્સવનો વૈભવ
મહત્ત્વની વાત: આ સાથે જ અહીંયા ખેલવવામાં આવતા દોલત્સવની મહત્વની બાબત એ છે કે ,અલગ અલગ પ્રકારના મુખ્યત્વે ચાર ભોગ પ્રભુને ભક્તો દ્વારા કરવામાં આવે છે.પુષ્ટિમાર્ગ ની અંદર જોવા જઈએ તો વસંતપંચમી થી લઈને દોલત્સવ સુધી ખૂબ સારું મહત્વ હોય છે.જેમાં પ્રભુને અલગ અલગ પ્રકારે ભક્તો દ્વારા ભોગ ધરાવીને પ્રભુને ખેલવવામાં આવે છે.આજના દિવસે હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભક્તો આવીને ભગવાનને લાડ લડાવતા હોય છે. ખૂબ જ ભક્તિમય અને ઉત્સાહક પૂર્ણ વાતાવરણ સાથે ભગવાનના સાનિધ્યમાં દર વર્ષે તહેવારની ઉજવણી કરવામાં આવે છે.