અમદાવાદઃસમગ્ર દેશમાં હોળી ઉજવણી (Holi 2022)કરવામાં આવી રહી છે. હોળી પ્રાગટય કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકોના મનમાં( purpose of Holi manifestation)નકારાત્મક વિચારોનો નાશ થાય અને હકારાત્મક વિચારોનો ઉદય થાય.
હોળી પ્રાગટય મુખ્ય આશય -ડૉ. હેમિલ લાઠીયા ETV BHARAT સાથે હોળી મહાત્મ્ય વિશે વાત કરતા જણાવ્યું હતું કે હોળી પ્રાગટય મુખ્ય આશય હોળાષ્ટક એટલે કે ભક્ત પ્રહલાદના જે નકારાત્મક દિવસ હતા.તે નાશ થાય અને સૃષ્ટિમાં અને લોકોના કાર્યોમાં સકારાત્મકતા આવે તેને માટે હોળી પ્રાગટય કરવામાં આવે છે.
હોળી હંમેશા સંધ્યા સમયે જ પ્રગટાવી જોઈએ -હોળી ફાગણ સુદ પૂનમના દિવસે પ્રગટાવામાં આવે છે. પૂનમના દિવસે વિસ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.ખાસ કરીને વિસ્ટી આકાશ, પાતાળ કે પૃથ્વી પર છે તેનું ધ્યાન રાખીને જ પ્રગટાવામાં આવે છે. જો વિસ્ટી પૃથ્વી પર હોય તો તેની ખાસ ગણતરી કરી સંધ્યા સમયે હોળી પ્રગટાવામાં આવે છે. આ વખતે વિસ્ટી 13.30થી 25:13 સુધી પૃથ્વી પર વાસ કરશે. એટલે આ વર્ષે વિસ્ટી ગણતરી મુજબ હોળી પ્રગટાવાનો સમય સાંજે 7:40 પછીનો છે.