ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 2:13 PM IST

ETV Bharat / state

Ahmedabad Accident: HL કોલેજ રોડ પર નબીરાએ બેફામ રીતે કાર ચલાવી ત્રણ લારીઓને અડફેટે લીધી, બાળકી સહિત બે લોકોને ઈજા

અમદાવાદમાં એક નબીરાએ બેફામ રીતે ગાડી ચલાવી HL કોલેજ પાસે અકસ્માત સર્જયો હતો. જેમાં ખાણીપીણીની લારીઓ ચલાવનાર એક વ્યક્તિ અને એક રાહદારીને બાળકીને અડફેટે લઈ ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી કારચાલક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

Ahmedabad Accident hl collage
Ahmedabad Accident hl collage

અમદાવાદ:અમદાવાદ શહેરમાં ઇસ્કોન અકસ્માત જેવી ઘટના બનતા રહી ગઈ છે. HL કોલેજ નજીક એક નબીરાએ પુરપાટ ઝડપે કાર હંકારીને ત્રણ લારીને અડફેટે લીધી હતી. જેમાં રસ્તા પર જતી એક સાત વર્ષની બાળકીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે જાણ થતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને યુવકને ઝડપી તેની સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

ગાડી પર કંટ્રોલ ગુમાવી દેતા અકસ્માત: 14મી સપ્ટેમ્બરના રોજ બપોરે સવા એક વાગે આસપાસ સમ્યક દિનેશ મહેતા નામનો 19 વર્ષીય શાહીબાગનો યુવક કાર લઈને નીકળ્યો હતો. HL કોલેજ પાસે કોમર્સ છ રસ્તા પાસે પોતાની ગાડી પુરપાટ ઝડપે ચલાવીને ગાડી પર કંટ્રોલ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો.

બે લોકોને ઈજા: અકસ્માતમાં શનિકુમાર પ્રજાપતિ નામના 19 વર્ષીય યુવકને અડફેટે લેતા તેને માથાના ભાગે, કપાળના વાગે અને શરીરના અન્ય ભાગે ઇજાઓ થઈ હતી. એક સાત વર્ષીય રાશિ દંતાણી નામની બાળકીને પણ અડફેટે લેતા તેને માથા અને પગના ભાગી ઇજાઓ જતાં બંનેને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. કારચાલક નબીરાએ ખાણીપીણીની ત્રણ જેટલી લારીઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

આરોપીની ધરપકડ: આ મામલે ટ્રાફિક પોલીસને જાણ થતા ટ્રાફિક પોલીસે સ્થળ ઉપર પહોંચીને જ સમ્યક મહેતા નામના 19 વર્ષીય યુવકને પકડી પાડ્યો હતો. બી ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

  1. Dahod-Anand Memu Train Fire: દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં લાગી આગ
  2. Muzaffarpur Boat capsized: બોટ અકસ્માતનો વીડિયો સામે આવ્યો, પાણીના પ્રવાહમાં તણાઈ ગયા બાળકો

ABOUT THE AUTHOR

...view details